બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / This fiber-rich fruit is a panacea for controlling blood pressure and cholesterol, know the benefits

હેલ્થ ટિપ્સ / બ્લડપ્રેશર થઈ લઈને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં માટે રામબાણ છે ફાઇબરથી ભરપૂર આ ફળ, જાણો ફાયદા

Megha

Last Updated: 05:03 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિવીના સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓથી દૂર રહે છે.

  • કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખશે કિવી
  • કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે
  • કિવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે

કિવી હવે તો લગભગ દરેક ઋતુમાં મળતું ફળ બની ગયું છે, પરંતુ બહુ ઓછા લોકો તેના ફાયદા વિશે જાણતા હોય છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષક લાગે, પરંતુ તે આપણાં આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ૧૦૦ ગ્રામ કિવીમાં ૬૧ કેલરી, ૧૪.૬૬ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, એક ગ્રામ પ્રોટીન, ત્રણ ગ્રામ ફાઇબર, રપ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્ત્વ છે. કોલેસ્ટ્રોલને બેલેન્સમાં રાખવું હોય તો સવાર સાંજ કિવીને આઠ અઠવાડિયાં સુધી ખાવું જોઇએ, તેનાથી કોલેસ્ટ્રોલ ચોક્કસ કંટ્રોલમાં આવી જશે. જો ત્રણ કિવી આઠ અઠવાડિયાં સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે. કિવીમાં રહેલાં તત્ત્વ પાચન સુધારે છે.

- કિવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખીને ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. તેનાં સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અને અન્ય કેટલીક ગંભીર બીમારીઓથી દૂર રહી શકાય છે.

- કિવીમાં રહેલાં તત્ત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાને રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

- કિવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કિવીનાં સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવાસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કિવીમાં એન્ટીઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સોજાની સમસ્યા દૂર રહે છે.

- તમને પૂરતી ઊંઘ ન આવતી હોય તો કિવીનું સેવન કરી શકો છો. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઊંઘ પણ સારી આવશે. કિવી ખાવાથી ઊંઘની ક્લોલિટી પણ સારી થઇ જાય છે.

- કિવીમાં લ્યુટિન રહેલાં છે, જે આપણી ત્વચા અને ટિશ્યુને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કિવીનાં નિયમિત સેવનથી આંખની કેટલીક બીમારીઓ દૂર રહે છે. આંખની વધારે સમસ્યા એવી છે જેને લ્યુટિન નષ્ટ થવાના કારણે ઉત્પન્ન થાય છે. તે સિવાય કિવીમાં ભરપૂર વિટામિન એ રહેલું છે. કિવી આંખોની રોશનીને વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ