ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / These people will not get a new SIM card, know the new rule of the central government, otherwise you will be annoyed

તમારા કામનું / આ લોકોને નહીં મળે નવું સિમકાર્ડ, કેન્દ્ર સરકારનો નવો નિયમ જાણી લેજો નહીંતર થશો હેરાન

Published By: Premal

Last Updated: 05:51 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે, ગ્રાહક નવા SIM માટે એપ્લાય કરી શકે છે, જેને તેમના ઘરે જ ડિલિવરી કરી દેવામાં આવશે. કંપની NEW SIM એવા ગ્રાહકોને નહીં આપે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે.

ADVERTISEMENT

  • સરકારે કર્યો SIM CARDના નિયમોમાં મોટો બદલાવ
  • 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો SIM નહીં ખરીદી શકે 
  • SIMની ડિલિવરી ઘરે જ કરી દેવામાં આવશે 

નવુ SIM લેવા માટે સામાન્ય રીતે આપણે શું કરવું પડે છે ? આપણે કોઈપણ સ્ટોર પર જઈએ છીએ, અને ID CARD મારફતે આપણને SIM અલોટ થઈ જાય છે, અને તે અમુક કલાકોમાં એક્ટિવ પણ થઈ જાય છે. પરંતુ હવે તેવું નહી થાય, કેમકે સરકારે SIMથી જોડાયેલા કેટલાક નિયમોમાં બદલાવ કરી દીધા છે. અમુક ગ્રાહકો માટે SIM ખરીદવુ હવે પહેલાથી સરળ થઈ જશે તો, અમુક લોકોએ મોટી મુશકેલીઓનો સામનો કરવો પડશે.

વાસ્તવમાં ગ્રાહક હવે ન્યુ SIM માટે ઓનલાઈન પણ એપ્લાય કરી શકે છે, જેને તેમના ઘરે ડિલિવરી કરી દેવામાં આવશે. હવે કંપની નવી SIM ને એવા વ્યક્તિઓને નઈ આપે, જેઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે. 18 વર્ષથી વધુ વર્ષના લોકો ગ્રાહક આધાર અને ડિજિલોકરમાં સ્ટોર કોઈ પણ ડોક્યુમેંટની સાથે પોતાનું ન્યુ SIM માટે ખુદને વેરિફાઈ કરી શકે છે.

તે સિવાય જો કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે તો, તેને પણ ન્યુ SIM કાર્ડની ફાળવણી કરવામાં આવશે નહીં. જો આવો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરતો જણાય તો, SIM વેચનારી ટેલિકોમ કંપનીને દોષિત ગણવામાં આવશે. 

1 રૂપિયો ચુકવવાનો રહેશે 

નવા નિયમો અનુસાર, યુઝર્સને નવા મોબાઈલ કલેક્શન માટે UIDAI ના આધાર બેસ્ડ E-KYC સર્વિસના માધ્યમથી સર્ટિફિકેશન માટે ફક્ત એક રૂપિયો ચુકવવાનો રહેશે. DOT અનુસાર, ગ્રાહકોને મોબાઈલ કનેક્શન એપ / પોર્ટલ બેસ્ડ પ્રોસેસના માધ્યમથી અપાશે, જેમા ગ્રાહક ઘરે બેઠા મોબાઈલ કનેક્શન માટે અરજી કરી શકે છે. નોંધપાત્ર રીતે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)નું આ પગલું કેબિનેટ દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ મંજૂર કરાયેલા ટેલિકોમ સુધારાનો એક ભાગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

DoT Mobile Phone SIM Rule SIM card racket TRAI Tech News UIDAI e-KYC sim card SIM rule

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ