ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / પ્રવાસ / These mistakes should never be made when leaving home for travel, there may be obtian obstacles
ADVERTISEMENT
યાત્રા માં અડચણો ન આવે તેનું રાખો ધ્યાન
આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવાથી યાત્રા થશે સુખદ
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં થયો છે ઉલ્લેખ
ADVERTISEMENT
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં યાત્રાને સફળ બનાવવા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. તેમને અપનાવીને તમે તમારી યાત્રાને સુખદ બનાવી શકો છો. આ બાબતો નીચે મુજબ છે.
યાત્રા દરમિયાન નકારાત્મક શબ્દો ન બોલો
યાત્રા દરમિયાન કોઈ પણ નકારાત્મક શબ્દો ન બોલો. આ પ્રવાસમાં અવરોધ ઉભો કરે છે. જ્યારે પણ તમે મુસાફરી કરો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરો.
ADVERTISEMENT
યાત્રા પર જતાં પહેલા જમણો પગ ઘરની બહાર મૂકો
યાત્રા પર જતી વખતે તમારે તમારો જમણો પગ ઘરની બહાર કાઢવો જોઈએ. જો તમે કોઈ કામ માટે મુસાફરી કરી રહ્યા છો, તો કોઈ ગરીબ વ્યક્તિને થોડા પૈસા દાન કરો. ગાયને રોટલી કે લીલો ચારો ખવડાવો. આમ કરવાથી કાર્ય પણ પૂર્ણ થાય છે અને યાત્રા પણ શુભ રહે છે.
કયા દિવસે યાત્રા પર જોઓ તે પણ છે મહત્વપૂર્ણ
જો તમે રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવા માંગતા હોવ તો દાળ અને ઘી ખાઈને ઘરની બહાર નીકળો. જો તમારે સોમવારે પૂર્વ દિશામાં મુસાફરી કરવી હોય તો અરીસામાં જોઈને ઘરની બહાર નીકળવું જોઈએ. જો તમે મંગળવારે ઉત્તર દિશામાં યાત્રા કરવા માંગતા હોવ તો ગોળ ખાઈને ઘરની બહાર નીકળો. જો બુધવારે ઉત્તર દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો ધાણા અને તલનું સેવન કરીને ઘરેથી નીકળો. જો તમે ગુરુવારે દક્ષિણ દિશાની યાત્રા કરો છો તો થોડું દહીં ખાઓ અને ઘરની બહાર નીકળો. જો શુક્રવારે પશ્ચિમ દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો થોડું જવ ખાઓ અને ઘરની બહાર નીકળો. જો શનિવારે પૂર્વ દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો આદુ કે કાળી અડદ ખાઓ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો