બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / These 7 banks giving more interest on short term Fixed Deposit

રોકાણ / ઓછા સમયમાં મોટો ફાયદો, આ 7 બેંક ટૂંકા ગાળાની FD પર આપે છે વધારે વ્યાજ

Published By: Vidhata

Last Updated: 01:13 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી બેંકો એક વર્ષ સુધીની FD પર ખૂબ જ આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો જાણીએ વિગતે...

રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FD. FDમાં પૈસા ગુમાવવાનું જોખમ નથી હોતું. ઉપરાંત, તમે તમારી અનુકૂળતા મુજબ ટૂંકા અને લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરી શકો છો. હાલમાં, મોટાભાગની બેંકો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરી રહી છે. ટૂંકા ગાળાની એફડી 7 દિવસથી 12 મહિના સુધીની હોય છે. જ્યારે, લાંબા ગાળાની FD એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની હોય છે. આજે જાણીએ ટૂંકા ગાળાની FD પર બેંક દ્વારા આપવામાં આવતા વ્યાજ દરો વિશે 

એક વર્ષ સુધીની FD પર વ્યાજ દર

જના સ્મોલ ફાઇનાન્સ બેંક: આ નાની ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને FD પર 3 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ 7 દિવસથી એક વર્ષની FD માટે છે.

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક 7 દિવસથી એક વર્ષની FD પર રોકાણકારોને 4.50 ટકાથી 7.85 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.

યસ બેંક: ખાનગી બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસથી એક વર્ષની એફડી પર 3.25 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

PNB: PNB સામાન્ય નાગરિકોને 7 દિવસથી લઈને એક વર્ષની FD પર 3 ટકાથી 7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

કેનેરા બેંકઃ બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસથી લઈને એક વર્ષની FD પર 4 ટકાથી 6.85 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

HDFC બેંક: બેંક 7 દિવસથી લઈને એક વર્ષથી ઓછા સમયની FD પર 3 ટકાથી લઈને 6 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.

વધુ વાંચો: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો! તોફાની તેજી બાદ હવે Rate ક્યાં જઇને અટક્યાં?

SBI: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય નાગરિકોને 7 દિવસથી લઈને એક વર્ષથી ઓછા સમયની FD પર 3 ટકાથી 5.75 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Investment fixed deposit interest on short term Fixed Deposit interest rates Investment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ