બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / There may be an alliance between Congress and NCP in the Gujarat assembly elections

Gujarat Elections 2022 / ગુજરાતના સૌથી મોટા સમાચાર: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે થઈ શકે છે ગઠબંધન, વાતચીત ચાલું

Malay

Last Updated: 03:02 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન કરી શકે છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર 
  • ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન
  • ગઠબંધન કરવા કોંગ્રેસે NCP પાસે રાખી શરતઃ સૂત્રો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા અલગ-અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે.  ગુજરાતનો ગઢ જીતવા દરેક રાજકીય પાર્ટીઓ મથામણ કરી રહી છે.  આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થઈ શકે છે ગઠબંધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, NCPએ કોંગ્રેસ પાસે 10 બેઠકોની માંગ કરી છે. તો ગઠબંધન કરવા કોંગ્રેસે NCP સમક્ષ કેટલીક શરતો મૂકી છે. કોંગ્રેસના નેતાઓએ કાંધલ જાડેજાને લઇ સવાલ ઉઠાવ્યા છે.

બંને વચ્ચે ચાલી રહી છે વાતચીત

આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,  હજુ સુધી કોંગ્રેસ 10 બેઠકને લઈને સહમત થઈ નથી, હાલ બંને વચ્ચે આ મામલે વાતચીત ચાલી રહી છે. કાંધલ જાડેજા મામલે સ્ટેન્ડ ક્લીઅર કરવા કોંગ્રેસે એનસીપીને જણાવ્યું છે. નોંધનીય છે કે, ગત રાજ્યસભા ચૂંટણીમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

હજુ સુધી નથી કરાઈ સત્તાવાર જાહેરાત

આ સમાચારને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું ગઠબંધન તુટ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ