ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કારોબાર અને પ્રવાસન સ્થળોને ફરી વાર ખોલવામાં આવતા ભીડ વધી જતા કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાનું માની રહ્યાં છે. તેમણે ઈમરાન ખાન સરકારને લોકડાઉન લગાડવાની અપીલ કરી છે. જેથી કરીને બકરી ઈદ સ્વાસ્થ્ય સંબંધી પ્રતિબંધોની સાથે ઉજવી શકાય.
ADVERTISEMENT
રવિવારે જારી થયેલા સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1980 કેસો સામે આવ્યાં છે અને સંક્રમણ દર 4.09 ટકા રહ્યો છે. 21 જુનના દિવસે સંક્રમણના ફક્ત 663 કેસો આવ્યાં હતા.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે જણાવ્યું કે પહેલી વાર 30 મે બાદ સંક્રમણ દર 4 ટકા કરતા વધારે થયો છે. 30 મે ના રોજ સંક્રમણ દર 4.05 ટકા હતો.
ADVERTISEMENT
ઈમરાન સરકારને લોકડાઉન લગાડવાની અપીલ
પાકિસ્તાની હેલ્થ વિશેષજ્ઞોએ ઈમરાન સરકારને લોકડાઉન લગાડવાની અપીલ કરી છે જેથી કરીને બકરી ઈદનો તહેવાર શાંતિથી સંપન્ન થઈ જાય. આ દિવસે મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે તથા બીજા કામો માટે ભેગા થવાના હોવાથી સંક્રમણ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT