બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસમાં 172 લોકોની બદલીથી અફરાતફરી, સ્ટાફની અકળામણ વધી

મોટા સમાચાર / ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસમાં 172 લોકોની બદલીથી અફરાતફરી, સ્ટાફની અકળામણ વધી

Last Updated: 03:05 PM, 25 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસના સ્ટાફની બદલીથી અફરાતફરી મચી ગઇ છે. ગુજરાતમાં ચેરિટી કમિશનરના કુલ 204 લોકોના સ્ટાફમાં એકસાથે 172 લોકોની બદલી કરાઇ છે.

સરકારી કર્મચારીઓની બદલીમાં ક્યારેય ન બનતો કિસ્સો બન્યો છે. ગુજરાતની ચેરિટી કમિશનર ઓફિસના સ્ટાફની બદલીથી અફરાતફરી મચી ગઇ છે. ગુજરાતમાં ચેરિટી કમિશનરના કુલ 204 લોકોના સ્ટાફમાં એકસાથે 172 લોકોની બદલી કરાઇ છે.

રાતોરાત બદલી થતાં સ્ટાફની અકળામણ વધી ગઇ છે. ચેરિટીના અધિકારીઓએ કાયદા વિભાગનો આદેશ હોવાનું રટણ કર્યું હતું. રાતોરાત બદલી થતાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

દરેક જિલ્લામાં ચેરિટી કમિશનર કચેરીનો સ્ટાફ કામ કરે છે

ધાર્મિક-જાહેર ટ્રસ્ટને લગતા મિલકત-વહીવટના કેસોની જવાબદારી ચેરિટી વિભાગની હોય છે

મોટાપાયે બદલીના કારણે જિલ્લાઓમાં આખી ઓફિસનો સ્ટાફ જ બદલાઈ ગયો છે. મંગળવારે બદલી થયેલા સ્ટાફને બદલીના સ્થળે હાજર થવાના આદેશ અપાયા છે. પૂર્વ ચેરિટી કમિશનરે કાયદા સચિવને પત્ર લખીને આ બદલીઓનો વિરોધ કર્યો છે.

મહિલા વહીવટી અધિકારી અંસારીના નિર્ણયની તપાસ કરવા સચિવને વિનંતી કરવામાં આવી છે. મોટાપાયે બદલીના નિર્ણયની સામે કર્મચારીઓએ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.

ચેરીટી કમિશનર કોણ હોય છે અને તેમનું કામ શું હોય છે ?

ચેરિટી કમિશનર એ એક રેગ્યુલેટરી ઓથોરીટી છે.. જે ચેરીટેબલ ટ્રસ્ટના વહીવટમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે.

રજિસ્ટ્રેશન, નિયમન, અને નિરીક્ષણ
ચેરિટી કમિશનર કચેરી ચેરીટેબલ સંસ્થાઓની નોંધણી, નિયમન અને નિરીક્ષણ માટે જવાબદાર છે.

સામુહિક વિશ્વસનીયતાના કસ્ટોડિયન
ચેરિટી કમિશનર એ એવી અગત્યની ઓથોરિટી છે જે ટ્રસ્ટને અસર કરનારી બાબતોમાં ફાઇનલ નિર્ણય આપે છે. . તે ટ્રસ્ટની સંપત્તિના સલામતી અને સુરક્ષાનો ખાતરી આપે છે.

પહેલાં સંમતિ પ્રાપ્ત કરવાની જરૂર
ટ્રસ્ટી લોકો ટ્રસ્ટની સંપત્તિ સાથે કોઇ કાર્ય કરવામાં પહેલા ચેરિટી કમિશનર પાસેથી અગાઉ સંમતિ પ્રાપ્ત કરવાની જરૂર હોય છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Transfer Charity Commissioner Office Staff
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ