બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The train of Ambaji fake ghee reached one more trader

ખુલાસો / અંબાજી નકલી ઘીનો રેલો વધુ એક વેપારી સુધી પહોંચ્યો, મુખ્ય આરોપી દુષ્યંતના ઘટસ્ફોટથી પોલીસ થઈ દોડતી, લીધું આ નામ

Kishor

Last Updated: 09:59 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીના પ્રસાદમાં ઘીમાં ભેળસેળ મામલે વધુ એક વેપારીનું નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે. જાણો સમગ્ર મામલો આ અહેવાલમાં!

  • અંબાજીના પ્રસાદમાં ઘીમાં ભેળસેળ મામલે ખુલાસો
  • ઘીમાં ભેળસેળ મામલે વધુ એક વેપારીનું નામ આવ્યું સામે
  • દુષ્યંત સોનીએ અલ્પેશ નામના વેપારી પાસેથી ખરીદ્યો હતો ઘીનો જથ્થો
  • પાલડીના અલ્પેશ પાસેથી ઘી ખરીદીને દુષ્યંતે નીલકંઠ ટ્રેડર્સમાં આપ્યો હતો

અંબાજી  પ્રસાદના ઘીમાં થયેલી ભેળસેળમાં રોજબરોજ નવા નામ ખુલી રહ્યા છે. મોહિની કેટરર્સમાંથી ઝડપાયેલ બનાવટી ઘીની તપાસ છેક અમદાવાદ સુધી પહોંચી હતી. જેમાં અમદાવાદની નિલકંઠ ટ્રેડર્સ સીલ મરાઈ અને તેના માલિક જતીન શાહની ધરપકડ થતાં પાલડીના વેપારી દુષ્યંત સોનીનું નામ ખુલ્યું હતું અને હવે દુષ્યંત સોનીની ધરપકડ બાદ વધુ એક નામ સામે આવ્યું છે. દુષ્યંત સોનીએ અલ્પેશ નામના વેપારી પાસેથી ઘીનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત થતા ખળભળાટ મચી ગયો છે.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દુષ્યંત સોનીએ અલ્પેશનું નામ આપ્યું છે.

દુષ્યંત સોનીનો મૂળ વેપાર કેરીનો હોવાનું ખૂલ્યું
વધુમાં દુષ્યંત સોનીનો મૂળ વેપાર કેરીનો હોવાનું પણ બહાર આવ્યું છે અને હવે દુષ્યંત અલ્પેશ તરફ આંગળી ચિંધી રહ્યો છે. ત્યારે હવે અલ્પેશ કોણ છે અને ક્યારે ઝડપાશે એ તો પોલીસ જ જાણે. જોકે નકલી ઘીમાં હજુ કેટલા નામ ખુલશે એ તો આગામી દિવસોમાં જ જાણી શકાશે. મહત્વનું છે કે ગત તા. ૧૩ ના રોજ અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે  દુષ્યંત સોનીનું નામ ખુલ્યા બાદ તે અંબાજી પોલીસ મથકે હાજર થતા પોલીસે દુષ્યંત સોનીની અટકાયત કરી તેની તપાસ હાથ ધરી હતી. 

શું હતો સમગ્ર મામલો
શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે  ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સ ના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના 2 લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, તપાસ દરમિયાન અંદાજે રૂ. 8 લાખની કિંમતના 15 કિગ્રાના કુલ 188 ટીનમાંથી 2820 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો અને પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ