બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / The survey was conducted before the 2024 Lok Sabha elections. In which the Modi government is claimed to be forming

સર્વે / I.N.D.I.A. ગઠબંધનની રચના બાદ પહેલો સર્વે, આજે લોકસભાની ચૂંટણી થાય તો કોની સરકાર બનશે? તારણો ધારણા બહારના

Kishor

Last Updated: 12:30 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024 ની લોકસભાની ચૂંટણી અગાઉ ટાઇમ્સ નાઉ નવભારત તથા ઇટીજી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકાર બનતી હોવાનો દાવો કરાયો છે.

  • 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ
  • સર્વેમાં સામે આવ્યા પરિણામ
  • ત્રીજી વખત મોદી સરકાર વાજતે ગાજતે સત્તા પર આઉઢ થશે

2024 ની લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ચૂંટણી અગાઉ વિપક્ષી દળોએ એક થઈને ઇન્ડિયા નામનું ગઠબંધન બનાવ્યું છે. જ્યારે તેની ટક્કર બીજેપીના નેતૃત્વ વાળી એનડીએ સામે થશે. કોંગ્રેસ, જેડીયું, આમ આદમી પાર્ટી સહિત 26 પક્ષના નેતાઓ સમયાંતરે મીટીંગો કરીને ભાજપને હરાવવાનો દાવો કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તાજો સર્વે સામે આવ્યો છે. જેમાં ટાઇમ્સ નાઉ નવભારત તથા ઇટીજી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં 2024 માં ત્રીજી વખત મોદી સરકાર વાજતે ગાજતે સત્તા પર આઉઢ થતી હોવાનું સામે આવ્યું છે. ભાજપ 288 થી 314 સીટો મેળવી શકે છે તો કોંગ્રેસ 62 થી 80 સીટો મેળવી શકે છે.

ગુજરાતનાં મોટા શહેરોમાં 'બાહુબલી' છે ભાજપ તો કોંગ્રેસનો કિલ્લો ગણાય છે આ  બેઠકો- જુઓ આખું લિસ્ટ | 'Baahubali' in the big cities of Gujarat, BJP is  the fortress of Congress ...

સર્વેમાં આટલા લોકો જોડાયા

સર્વેમાં કરાયેલા દવા મુજબ વિપક્ષી ગઠબંધનને 160 થી 190 સીટો મળી શકે છે. જોકે વોટ શેરમાં બરાબરની ટક્કર જોવા મળશે. એનડીએ ને 42 તો ઇન્ડિયા અને 40 ટકા વોટ શેર મળી શકે છે.  સર્વે અનુસાર ચૂંટણીમાં એનડીએને 296 થી 326 સીટો મળશે. જ્યારે ઇન્ડિયાને 160 થી 190 અને વાયએસઆરસીપીને 24 થી 25, તથા બીઆરએસને 9 થી 11 અને બીજેડીને 12 થી 14 તથા અન્યના ખાતામાં 11 થી 14 સીટ મળશે.  15 જૂન થી 12 ઓગસ્ટ સુધી ચાલેલા આ સર્વેમાં દાવા મુજબ 10,662 લોકોના મત લેવામાં આવ્યા હતા. જેમાં 60 ટકા લોકો ફોન ઉપર અને 40 ટકા લોકો રૂબરૂ સર્વેમાં જોડાયા હતા.

ગુજરાતની એ હોટ સીટ જ્યાં જીત્યા એટલે સીધો જ મળે છે મુખ્યમંત્રીનો તાજ, જાણો  જાદુઇ બેઠકનું સટીક સમીકરણ | If you win that hot seat of Gujarat you get the  crown of
રાજ્ય વાર આવું રહેશે ચિત્ર

સર્વે અનુઆર મધ્યપ્રદેશમાં  NDAને 24-26 જ્યારે ઇન્ડિયાને 3-5 બેઠકો,  રાજસ્થાનમાં NDA 20-22 સીટો, ઈન્ડિયાને 2-3 સીટ,  હરિયાણામાં એનડીએ 6-8 સીટો તો ઇન્ડિયા 2-4 સીટો પર બાજી મારશે. પંજાબમાં આમ આદમી પાર્ટી ચારથી છ, કોંગ્રેસ ચારથી છ અને ભાજપને બેથી ત્રણ તથા અન્ય એકથી બે બેઠકો જીતશે. આ સિવાય દિલ્હીમાં ભાજપ પાંચથી છ સીટો, ઈન્ડિયા એકથી બે સીટ અને તેલંગાણામાં BRSને 9-11, NDAને 2-3, ઈન્ડિયા એલાયન્સને ત્રણથી ચાર અને અન્યને એક તથા તમિલનાડુમાં 39 બેઠકો ઇન્ડિયા 30-34 બેઠકો અને એનડીએને ચારથી આઠ બેઠકો પોતાને નામ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ