બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / The state government will provide land to the industries for rent

ધંધો-રોજગાર / રાજ્ય સરકાર ઉદ્યોગોને ભાડાપેટે આપશે પડતર જમીન, દર 5 વર્ષે ભાડામાં થશે આટલો વધારો

Shyam

Last Updated: 04:08 PM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગોને જમીન ભાડા પેટે આપવાનો ઠરાવ મહેસુલ વિભાગ કરી દેવાયો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 હેઠળ ઠરાવ કર્યો છે.

  • રાજ્ય સરકાર ઉદ્યોગોને ભાડા પેટે જમીન આપશે
  • જમીન ભાડા પેટે આપવાનો ઠરાવ
  • પડતર જમીન ભાડા પેટે આપશે

રાજ્ય સરકાર હવે ઉદ્યોગોને ભાડા પેટે જમીન આપવાનો નિર્ણય કરી રહી છે. ઉદ્યોગોને જમીન ભાડા પેટે આપવાનો ઠરાવ મહેસુલ વિભાગ કરી દેવાયો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 હેઠળ ઠરાવ કર્યો છે. ભાડાપેટે આપવા માટે સરકારી પડતર જમીનનો ઉપયોગ કરાશે. ઉદ્યોગો પાસેથી જમીનનું વાર્ષિક ભાડું પૂર્ણ બજારના 6% ના દરે લેવાશે. જ્યારે દર 5 વર્ષે ભાડામાં 10%નો વધારો કરાશે. તો જમીનની લીઝની મુદત વધુમાં વધુ 50 વર્ષ નિર્ધારિત કરાઈ છે. અને 50થી 100 કરોડના રોકાણવાળા ઉદ્યોગોને જમીન ભાડા પેટે મળશે.

સરકારે ખેતી માટે પણ જમીન આપવાનો નિર્ણય કર્યો હતો

CM રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષદ્યિય પાકો લેવા લાયક બનાવવામાં આવશે. જેથી જમીન વધશે. રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. 

CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડું નહીં લેવાય. પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે. 

આ જિલ્લામાં ખાસ યોજાનાઓ 

CM રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે.

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય 

  •  રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે 
  •  કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે 
  •  એકસપોર્ટ ઓરિએન્ટેડ અને પ્રોસેસિંગ કલસ્ટર ઊભા કરી કાપણી પછીની વ્યવસ્થાપન-વેલ્યુચેઇન-પ્રોસેસિંગ ઊદ્યોગો વિકસાવાશે 
  •  બીનઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી ફાળવવા યુકત જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીની અધ્યક્ષતાની સમિતિ કરશે 
  •  લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે
  • યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા-બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ
  •  જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે 
  •  ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે
  •  કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે 
  •  લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે
  •  લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહિ રહે
  •  જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ