બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / The state government has extended the deadline for applying for land re-survey to rectify the deficiencies in land survey

મહામંથન / મુદત ઉપર મુદત.. જમીન માપણીમાં ક્ષતિ 'ક્યારે'ય દૂર થશે? પડતર અરજીઓનું શું?

Dinesh

Last Updated: 11:19 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: જમીન માપણીનું કામ અગાઉ ખાનગી કંપનીને સોંપાયું હતું જેમા પારાવાર ક્ષતિઓ હતી અને ખાનગી કંપનીઓ સાથે મહેસૂલ વિભાગની સાંઠગાંઠના પણ આરોપ લાગ્યા હતા

  • સરકારે જમીન રિ-સરવે માટે મુદત વધારી
  • 31 ડિસેમ્બર 2024 સુધી સરકારે મુદત વધારી
  • રિ-સરવેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા સમયગાળો વધાર્યો

રાજ્ય સરકારે ફરી એકવાર જમીન માપણીમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા જમીન રિ-સરવેની અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. સરકારે 31 ડિસેમ્બર 2024 સુધી પ્રમોલગેશન બાદ રહેલી ભૂલ સુધારવાનો સમય નક્કી કર્યો છે. જો કે આ વાતમાં ખાસ નવું નથી. અગાઉ જમીન માપણીની ભૂલ સુધારવા અનેક વખત મુદત પડી જ છે ત્યારે ફરી એકવાર મુદત પડી. હવે એક વર્ષ દરમિયાન આ તમામ ક્ષતિઓ સુધરશે કે કેમ. જમીન માપણીમાં ખેડૂતો જે રીતે સરવેની માગ કરી રહ્યા છે તે રીતે સરકાર સરવે કરતી નથી તો ખેડૂત ઈચ્છે છે એવી રીતે જમીન માપણીની ક્ષતિ કઈ રીતે સુધરશે. જમીન માપણીનું કામ અગાઉ ખાનગી કંપનીને સોંપાયું હતું જેમા પારાવાર ક્ષતિઓ હતી અને ખાનગી કંપનીઓ સાથે મહેસૂલ વિભાગની સાંઠગાંઠના પણ આરોપ લાગ્યા હતા. હવે ફરી એકવાર મુદત પડી છે ત્યારે અગાઉની ભૂલો સુધરશે કે નહીં, જમીન માપણીનો મુદ્દો સંપૂર્ણ ઉકેલવા માટે સરકારનો પ્લાન શું છે. જમીન માપણીમાં ક્ષતિ નિવારવા મુદત ઉપર મુદત કેમ પડ્યા કરે છે 

જમીન રિ-સરવે માટે મુદત વધારી
સરકારે જમીન રિ-સરવે માટે મુદત વધારી છે.  31 ડિસેમ્બર 2024 સુધી સરકારે મુદત વધારી છે, જ્યારે રિ-સરવેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા સમયગાળો વધાર્યો હતો. અનેક ખેડૂતોની અરજીના આધારે સરકારનો નિર્ણય લેવાયો છે. પ્રશ્ન એ છે કે સરવેમાં રહેલી ક્ષતિઓ સુધરશે કે કેમ? ક્ષતિઓ સુધારવા માટે મુદત ઉપર મુદત કેમ પડે છે તે મહત્વનો સવાલ ઉભો થાય છે

રિ-સરવેમાં કઈ ક્ષતિઓ હતી?
ખેડૂતોના નામ બદલાઈ ગયા
ખેડૂતોના નામ નિકળી ગયા
જમીનના ક્ષેત્રફળ વધી કે ઘટી ગયા
કબજામાં ફેરફાર થયો
નક્શામાં ફેરફાર થઈ ગયો
ગામની આકારણી પણ બદલાઈ ગઈ

જમીન માપણીમાં ભૂલ કેમ થઈ?
રિ-સરવેની કામગીરી ખાનગી કંપનીઓને સોંપાઈ હતી. ખાનગી કંપનીઓએ અનેક ભૂલ કરી છે. ગ્રામસભા બોલાવ્યા વગર જ માપણી કરવામાં આવી છે. કબજેદારોના પ્રત્યક્ષ કબજા મુજબ માપણી નહતી થઈ તેમજ માપણી વખતે લાગુ પડતા સરવેધારકોને હાજર ન રખાયા. ગુગલ મેપના આધાર માપણી કરી છે. ખેડૂતોની ગેરહાજરીમાં માપણી થઈ તેમજ રિ-સરવેની નોટિસ પણ ખેડૂત સુધી પહોંચી નહતી. લાંચ આપીને બિલ પાસ કરાવ્યાના પણ કિસ્સા સામે આવ્યા છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ