બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / The signs of rain in Gujarat in seventh-eighth are true, No-repeat formula is applied in Gujarat BJP, World Cup team announced

2 મિનિટ 12 ખબર / સાતમ-આઠમમાં ગુજરાતમાં વરસાદના સંકેત ખરા? ગુજરાત ભાજપમાં નો-રિપીટ ફોર્મ્યુલા લાગુ, વર્લ્ડ કપની ટીમ જાહેર

Dinesh

Last Updated: 07:15 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી શકે છે, 6 થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યનાં વિવિધ ભાગમાં વરસાદ થઈ શકે છે

હવામાન વિભાગ અને નિષ્ણાંતો એવુ અનુમાન લગાવે છે કે હવે પછીનું અઠવાડિયું રાજ્યમાં વરસાદ લાવશે. અત્યારે રાજ્યમાં વરસાદની દ્રષ્ટિએ મધ્ય અને ઉત્તર ગુજરાત પાછળ છે, જયારે સૌરાષ્ટ્ર, કચ્છમાં જુન જુલાઈમાં વ્યાપક વરસાદ થયો હતો. પાયાનો પ્રશ્ન એટલો જ છે કે ઓગસ્ટમાં જે વરસાદની ખોટ પડી તે સપ્ટેમ્બરમાં પૂરી થશે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ થઈ શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. 6 થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યનાં વિવિધ ભાગમાં વરસાદ થઈ શકે છે. 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યનાં વિવિધ ભાગમાં વરસાદ થઈ શકે ચે. 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગર, બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનશે. તેમજ ઓક્ટોમ્બરમાં હવાનું હળવું દબાણ થતા વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

Meteorologist Ambalal Patel's prediction regarding rain in Gujarat

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા, સુરત, જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાક નષ્ટ થવાને આરે આવ્યા છે. માંગરોળમાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. હાલ ખેડૂતોનો પાક તૈયાર છે અને પાકમાં ઉપદ્રવ અને જીવાત પડવાથી ખેડૂતોના તમામ પાક નષ્ટ થયા છે.ઓછા અને અપૂરતા વરસાદના લીધે એરંડા, કપાસ, જુવાર, સોયાબીન સહિત ઘાસચારાના પાક સુકાવાને આરે ઉભા છે. છેલ્લા એક મહિનાથી છુટોછવાયો વરસાદ પણ ન વરસતાં રાજ્યમાં ખેડૂતોના પાક બળી રહ્યા છે. હાલ ચોમાસું પાકની ગંભીર સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા બિયારણો અને ખાતર સાથે સારા પાકની આશા સેવી રહેલા ખેડૂતોના પાકને વરસાદ વિના મોટા નુકસાનનો અંદાજ છે. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ ચર્ચાઈ રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે. 

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે. તેમણે ઉમેર્યું કે, નવા કાર્યકરોને તક મળશે. 1500 જેટલા પદ ઉપર નિયુક્તિ કરવામાં આવશે. પાટીલે વધુમાં કહ્યું કે,  90.5 ટકા સીટ જીત્યા છે, નવા લોકોને તક મળે તે માટે નિર્ણય કર્યો છે

નવી દિલ્હીમાં થનારી જી-20 સમિટની તૈયારીઓ જોશપૂર્ણ ચાલી રહેલી છે. આ વચ્ચે જી20 ડિનરનાં આમંત્રણમાં રાષ્ટ્રપતિને 'President of Indiaની જગ્યાએ President of Bharat લખવાને લઈને રાજકીય વિવાદો શરૂ થઈ ગયાં છે. એક તરફ કોંગ્રેસ, CM મમતા, CM કેજરીવાલ અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં શામેલ થયેલા દળોએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે તો સામે પક્ષે BJPએ પણ પલટવાર કરી જવાબ આપ્યો છે.28 દળોવાળાં વિપક્ષી ગઠબંધનનું I.N.D.I.A નામ છે. તેને લઈને PM મોદી સહિત ભાજપનાં નેતાઓ વિપક્ષ પર સતત પ્રહારો કરતાં રહે છે.

India Name Bharat: Mamta Banerjee,  Congress, Kejriwal, MK stalin attacked BJP for changing the president of india with...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં તેમને ગુજરાત લાવવામાં આવશે. અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં મુંબઈ ખાતેથી અમદાવાદ લાવવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં અનુજ પટેલની સારવાર ચાલી રહી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો થયો છે. ત્યારે અનુજ પટેલને આજે ગુજરાત પરત લાવવામાં આવશે. બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલ ઘરે પરત ફરશે. અત્રે જણાવી દઈએ કે, આજે મોડી સાંજ સુધીમાં ઘરે પહોંચશે અને ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં CM દર્શન કરશે. 

ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. આજે વહેલી સવારે ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટનું 80 વર્ષની વયે અવસાન થતાં ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  આપને જણાવી દઈએ કે, ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું.ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ 'મોગલધામ' શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો. તેઓ અવારનવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. 

famous gujarati folk singer and bhajanik laxman barot died

ઈસરોએ હવે પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલી લેટેસ્ટ તસવીરોને નવા અને અનોખા અંદાજમાં રજૂ કરી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી લાલ અને આસમાની રંગની દેખાય છે.  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરેલું ચંદ્રયાન-3 15 દિવસ જૂનું થઈ ગયું છે. વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ પ્રજ્ઞાન રોવરે 14 દિવસમાં ચંદ્રની સપાટીનો નજીકથી અભ્યાસ કર્યો હતો. હવે જ્યારે ચંદ્ર પર રાત છે, ત્યારે રોવર વિક્રમ લેન્ડરની અંદર માઈનસ 280 ડિગ્રી તાપમાનમાં આરામ કરી રહ્યું છે. સૌર ઊર્જાથી ચાલતા રોવરની બેટરી ફુલ ચાર્જ છે અને 14 દિવસ બાદ રોવરની ચંદ્રની આગામી યાત્રા ફરી શરૂ થશે. આ 14 દિવસની અંદર રોવરે ચંદ્ર પર ઘણા મહત્વપૂર્ણ તત્વોની શોધ કરી છે. તેઓએ દુર્લભ ફોટા પણ મોકલ્યા હતા. પ્રજ્ઞાન રોવરે મોકલેલી લેટેસ્ટ તસવીરને હવે ઇસરોએ નવી અને અનોખી શૈલીમાં રજૂ કરી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી લાલ અને વાદળી દેખાય છે. ચંદ્ર પર આ ચિહ્નો કેવી રીતે રચાયા? 

G-20 SUMMIT IN INDIAવિશ્વના સૌથી મોટા મંચોમાંથી એક એવા G20 સમિટમાં વિશ્વની ઘણી મહાસત્તાઓ મળશે. ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહ G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં આટલી મોટી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. G20 બેઠકમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જાપાન સહિત ઘણા મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે.  આ મહત્વપૂર્ણ બેઠક માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે 

G 20 Summit: Leaders of countries with 85 percent GDP of the world will gather in Delhi, know what will benefit India

કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર ભાદ્રપદ કૃષ્ણ માસની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આઠમની તિથિ પહેલા દિવસની અડધી રાત્રે વિદ્યમાન હોય તો વ્રત પહેલા દિવસે જ કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. મથુરામાં લાખોની સંખ્યામાં ભક્તો બાંકે બિહારીના દર્શન કરવા માટે આવે છે. જન્માષ્ટમીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ દિવસ વૈષ્ણવ સમાજ માટે ઉત્સવ જેવો છે. આ દિવસે, ભક્તો માત્ર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ જ ઉજવતા નથી, પરંતુ ધાર્મિક માન્યતા છે કે, ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ભક્તને પૃથ્વી પર જ તમામ પ્રકારના સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે. 

janmashtami 2023 perform thakur ji abhishek mathura krishna janmashtami

Team India Squad for World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે.  આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજુ સેમસન પણ આ લિસ્ટમાંથી બહાર છે. તિલક વર્માને પણ તક મળી નથી. 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ