બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / THE SEASON OF MANGOS HAS ARRIVED BUT EVEN A SMALL MISTAKE WHILE EATING MANGOS CAN CAUSE POISONING IN THE BODY

તમારા કામનું / કેરી ખાતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો, એક નાની ભૂલથી તમારા શરીરમાં થઈ શકે છે 'પોઈઝનિંગ'

Published By: Priykant Shrimali

Last Updated: 01:54 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની ઋતુની સાથે કેરીની પણ સિઝન પણ આવી ગઈ છે પણ શું કેરી ખાવાથી શરીરમાં પોઈઝનિંગ થાય છે. ચાલો જાણીએ આ બાબતને વિસ્તારથી.

દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે થતી બીમારીઓ થવાની શક્યતા રહે છે. આ સાથે જ લોકો કેટલીક વસ્તુઓ ખાવા-પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે.તેમાંથી કેરી એક એવું ફળ છે, જે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામીન A અને Cની સાથે પર્યાપ્ત માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કેરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક છે, પરંતુ કેરી ખાતી વખતે નાની બેદરકારીથી સ્વાસ્થ્યને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને પોઈઝનિંગ પણ થઈ શકે છે. બજારમાં મળતી કેરી ખાતા પહેલા કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

ફળોનું સેવન કરતી વખતે ધ્યાન રાખો

આરોગ્ય નિષ્ણાતોનું   કહેવું છે કે, પાકેલી કેરી ખાતી વખતે બેદરકારી રાખવાથી આરોગ્યને ઘણી ગંભીર આડઅસર થાય છે. માત્ર કેરી જ નહીં, બજારમાં મળતા અન્ય ફળો અંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે.

મોટાભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ માટે કેલ્શિયમ કાર્બાઈડ (CaC2) નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી   છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.

ફળ પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ

તાજેતરના વર્ષોમાં, કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગના અહેવાલો વધ્યા છે અને તે ઘણા પ્રકારના રોગોનું જોખમ પણ વધારી રહ્યું છે. જ્યારે કેલ્શિયમ કાર્બાઈડને પાણીમાં ભેળવવામાં આવે છે અને તેમાંથી એસીટીલીન ગેસ નીકળે છે તે એસીટીલીન ગેસ ફળોને પાકવામાં મદદ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેલ્શિયમ કાર્બાઈડ અને એસીટીલીન ગેસ બંને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલા ફળો ખાવાથી શરીરમાં 'પોઈઝનિંગ' થવાનું જોખમ રહેલું છે. આ મનુષ્યો માટે ઝેરી છે. શરીરમાં તેની વધુ માત્રા ત્વચાની ગંભીર બીમારીઓની સાથે કિડની ફેલ થવાનું જોખમ પણ વધારી શકે છે.

કેલ્શિયમ કાર્બાઈડથી આરોગ્યને ખતરો

આરોગ્યના નિષ્ણાતો કહે છે કે ફળ ઉત્પાદન ઉદ્યોગના કામદારો કેલ્શિયમ કાર્બાઈડના વધારે સંપર્કમાં રહે છે અને તેઓને સ્વાસ્થ્યની ગંભીર બીમારીઓ થઈ શકે છે. જેમ કે, પલ્મોનરી એડીમા (ફેફસામાં પ્રવાહીનું સંચય), કાર્ડિયાક અરેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોનું જોખમ રહેલું છે.

વધુ વાંચો: ભૂલથી પણ દહીં સાથે આ ચીજોનું સેવન ન કરતા, નહીંતો શરીરમાં વધવા લાગશે મુશ્કેલીઓ

આ સિવાય એસીટીલીન ગેસ અત્યંત જ્વલનશીલ અને વિસ્ફોટક છે. તેની આસપાસ કામ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

CALCIUM CARBIDE Summer Season health tips summer fruits ઉનાળાની ઋતુ કેરી કેલ્શિયમ કાર્બાઈડ હેલ્થ ટિપ્સ Lifestyle

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ