બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / The release date of 'Dream Girl 2' changed for the fourth time, now it will be released on 25 th august

મનોરંજન / ચોથી વખત બદલાઈ 'ડ્રીમ ગર્લ 2'ની રિલીઝ ડેટ, હવે 7 જુલાઈએ નહીં પણ આ તારીખે થશે રિલીઝ

Megha

Last Updated: 01:15 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માનનો 'પૂજા' અવતાર સતત મોટી ફિલ્મો વચ્ચે અટવાયેલો હતો અને અત્યાર સુધીમાં તેની રિલીઝ ડેટ ચાર વખત બદલાઈ ચૂકી છે. એવામાં 'ડ્રીમ ગર્લ 2' ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે

  • 'ડ્રીમ ગર્લ 2'ના ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે
  • રિલીઝ ડેટ ફરી પાછળ ધકેલવામાં આવી 
  • આયુષ્માન ખુરાનાએ શેર કરી પોસ્ટ 

પોતાની અલગ સ્ટાઈલથી અને અલગ સ્ટોરી લાઇનવાળી ફિલ્મો કરીને બધાને પ્રભાવિત કરનાર આયુષ્માન ખુરાના આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' માટે ચર્ચામાં છે. જે સમયથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને પ્રમોશન માટે ફિલ્મમેકર્સે નવી આઇડિયા અપનાવ્યો છે જેમાં દરેક ખાસ અવસર પર 'ડ્રીમ ગર્લ'ની પૂજાના ચાહકો તેને મળવા માટે નાનકડા વીડિયો સાથે આવે છે અને ચાહકોનો ઉત્સાહ વધારીને જતી રહે છે અને આ ક્રમમાં ફરી એકવાર પૂજા ચાહકોને ફિલ્મ વિશે ખાસ માહિતી આપવા માટે આવી હતી. 

'ડ્રીમ ગર્લ 2'ના ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે
પણ આ માહિતી 'ડ્રીમ ગર્લ 2'ના ચાહકોનું દિલ તોડી શકે છે. જણાવી દઈએ કે સમાચાર એ છે કે ફિલ્મની રિલીઝને આગળ ધપાવવામાં આવી છે.એટલે કે આયુષ્માન ખુરાના દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ડ્રીમ ગર્લ 2'ના ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે. નોંધનીય છે કે આ ફિલ્મ જે પહેલા 7 જુલાઈએ સિનેમાઘરોમાં આવવાની હતી તે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. 

આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ સામે આવી છે જે 25 ઓગસ્ટ 2023 છે. મહત્વનું છે કે રીલીઝમાં વિલંબ થવાનું કારણ ફિલ્મમાં VFX પર કામ કરવાની જરૂરિયાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિલીઝ ડેટ ફરી પાછળ ધકેલવામાં આવી 
ડ્રીમ ગર્લ 2 માટે VFX નું કામ ખૂબ સારું હોવું જરૂરી છે કારણ કે આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં પૂજા અને કરમ બંનેની ભૂમિકા ભજવશે. ફિલ્મની રિલીઝ ડેટ ફરી પાછળ ધકેલવામાં આવી છે કારણ કે ફિલ્મ મેકર્સ આયુષ્માનને પૂજા તરીકે સ્ક્રીન પર બતાવવામાં કોઈ કસર નથી છોડવા માંગતી. 

આયુષ્માન ખુરાનાએ શેર કરી પોસ્ટ 
એવામાં જણાવી દઈએ કે આયુષ્માન ખુરાનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, 'મેરે પ્રિયા આશિકો, ચાર વર્ષ પછી તમારા દિલનું ટેલિફોન ફરીથી વાગશે. હવે આ માટેની તૈયારી પણ શાનદાર,ધમાકેદાર અને સ્મુથી હોવી જોઈએ, ખરું ને? તો થોડી રાહ જુઓ, અને પુષ્કળ પ્રેમ મોકલતા રહો. હવે 7 તારીખે નહીં પણ હવે 25મી ઓગસ્ટે મળશુ. ડ્રીમ ગર્લ 2 હવે 25 ઓગસ્ટ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.'

ફિલ્મની રિલીઝ ડેટ ચાર વખત બદલાઈ ચૂકી છે
આયુષ્માનનો 'પૂજા' અવતાર સતત મોટી ફિલ્મો વચ્ચે અટવાયેલો હતો અને અત્યાર સુધીમાં તેની રિલીઝ ડેટ ચાર વખત બદલાઈ ચૂકી છે. સપ્ટેમ્બર 2022માં જ્યારે ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તેની રિલીઝ ડેટ 29 જૂન 2023 રાખવામાં આવી હતી પણ આ દિવસે કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' રિલીઝ થવાની છે. જે બાદ નવી તારીખ 23 જૂન રાખવામાં આવી હતી અને ફેબ્રુઆરીમાં ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 7 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. બીજી બાજુ માર્ચમાં અજય દેવગનની 'મેદાન' 23 જૂને આવવાની હતી. એવામાં 'ડ્રીમ ગર્લ 2'ની તાજેતરની રિલીઝ તારીખ 25 ઓગસ્ટ કરવામાં આવી છે. 

જણાવી દઈએ કે, 'ડ્રીમ ગર્લ 2' 2019માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે. ફિલ્મમાં આયુષ્માનની સાથે આ વખતે અનન્યા પાંડે, અનુ કપૂર, પરેશ રાવલ, અસરાની, મનજોત સિંહ અને વિજય રાઝ જેવા ઘણા મુખ્ય કલાકારો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ