બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The rain ran away. Meteorological Department and Ambalal's prediction of sweating, Chandrayaan sent the latest video

2 મિનિટ 12 ખબર / વરસાદ દૂર ભાગ્યો.! હવામાન વિભાગ અને અંબાલાલનું પરસેવો છૂટી જાય તેવું અનુમાન, ચંદ્રયાને મોકલ્યો લેટેસ્ટ વીડિયો

Vishal Khamar

Last Updated: 07:14 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક પાર્ટીએ લોકસભા 2024 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચનાં ભાજપનાં સાંસદ તેમજ ડેડિયાપાડાનાં આપનાં ધારાસભ્ય અવાર નવા એકબીજા પર આક્ષેપબાજી કરતા હોય છે. તો બીજી તરફ ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

 

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે.  પરંતું રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.  હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી.  

ગુજરાતમાં 25થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.

ગુજરાતમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જેનાં કારણે ખેડૂતોએ મોટાભાગનાં પાકોનું વાવેતર કર્યું હતું. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા જગતનાં તાતની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેતરમાં વાવેતર કરેલ પાકને મોટાપાયે નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. હાલ ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ઝંખતા ડાંગરનાં રોપા જોવા મળી રહ્યા છે. 

 ભરૂચ લોકસભા બેઠકને લઈ આપ અને ભાજપનાં નેતા વચ્ચે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તો આપ ટેકો આપી તેઓને જીતાડવા પ્રયત્ન કરશે. ત્યારે કોંગ્રેસનાં લઘુમતિ ઉમેદવાર સામે ભાજપ હિંદુકાર્ડ ખેલી જીત મેળવે છે. જો ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. તો બીજી તરફ ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં  મનસુખ વસાવાએ જીતનો દાવો કર્યો છે તેમજ મનસુખ વસાવાએ આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાને કૂવાનાં દેડકા સમાન ગણાવ્યા છે. અને કહ્યું કે લોકો ભાજપને એમ જ મત નથી આપતા અમે પ્રજાના કામો કર્યા છે. 

'ના મે ગીરા ના મેરી ઉમ્મીદો કે મિનારે ગીરે, લેકિન કુછ લોગ મુજે ગીરાને મેં બાર બાર ગીરે'... આ શબ્દો છે ખેડા જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ વિપુલ પટેલના! જેમણે ભાજપમાં ચાલતા ખેંચતાણ મુદ્દે  નિવેદન આપ્યું છે. આ નિવેદને લઈને ભાજપના સંગઠનમાં સોંપો પડી ગયો છે. ભાજપમાં ચાલતા ખેંચતાણ મુદ્દે વિપુલ પટેલે જાહેરમાં એક કાર્યક્રમ સંબોધતા કહ્યું હતું કે પાર્ટીમાં હાલ ખેંચતાણ ચાલી રહી છે. આ નિવેદનને લઈને રાજકીય હડકંપ મચી ગયો છે. એક બાજુ લોકસભાની ચૂંટણી માથે છે. ત્યાં આ પ્રકારના વિવાદ સામે આવતા મોડવી મંડળ પણ સ્તબ્ધ થયું છે.

અમદાવાદ સહિત રાજ્ય આખાને હચમચાવી નાંખનાર અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. જેને લઇને આરોપી તથ્યની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્વનું છે કે સરકાર અને પીડિત પરિવારોએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.  રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરાશે. 

મનોરંજન જગતના પ્રતિષ્ઠિત પુરસ્કારોમાના એક એવા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલમ્સ એવોર્ડ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવા માટે દેશનો સૌથી મહત્વનો પુરસ્કાર ગણાય છે. 69 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું છે. બીજી બાજુ આજે ગૌરવવંત વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આ સિદ્ધિ મળતા ફિલ્મ જગતની ખુશી બમણી થઇ છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષથી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, પ્રવેશ સમિતિ માટે બોર્ડ અને યુનિવર્સિટીની સંખ્યા વધુ હોવાને કારણે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. જેથી દરેક યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઈને એક મેરીટમાં લાવવું શક્ય ન હતું. 


ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ ઉતરાણ સમયનો વીડિયો જાહેર કર્યો છે. ISRO એ ટ્વીટ કર્યું કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી. ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર "પ્રારંભિક ડી-એસ્કેલેશન" માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આ તે ભાગ છે જ્યાં મે 2020 માં પૂર્વી લદ્દાખના ગાલવાનમાં હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીની છાવણીને પણ ઘણું નુકસાન થયું હતું. જોહાનિસબર્ગમાં બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હોવાનું જાણવા મળે છે.

ભારતીય ગ્રેંડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને નોર્વેનાં દુનિયાનાં નંબર વન ખેલાડી મેગનસ કાર્લસનની સામેની ફાઈનલનાં દ્વિતીય ટાય બ્રેકરમાં હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ ભારતનાં પ્રજ્ઞાનંદા ઈતિહાસ રચવાથી ચૂકી ગયાં. પહેલી ટાઈ બ્રેકર સુધી પ્રજ્ઞાનંદાએ કાર્લસનને ટક્કર આપી હતી પરંતુ દ્વિતીય ટાય બ્રેકરમાં કાર્લસને પોતાની ગેમ રમવાનો અંદાજ બદલ્યો અને જીત મેળવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ