બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / The process of layoffs started again in Alphabet, now so many workers have been laid off

છટણી / લો બોલો! ભરતી કરનારા કર્મચારીઓને જ કંપનીએ દેખાડ્યો બહારનો રસ્તો, બની છટણી કરનાર સૌથી મોટી કંપની

Megha

Last Updated: 03:07 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી રહી છે. આલ્ફાબેટ Inc. એ કહ્યું કે નવા છટણીના તબક્કા સાથે, કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી રહી છે

  • છટણી કરવાની પ્રક્રિયા વર્ષ 2022 થી હજુ પણ વિશ્વભરમાં ચાલુ છે
  • ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી 
  • આ વખતે ગ્લોબલ રિક્રુટમેન્ટ ટીમમાં આ છટણી કરવામાં આવી રહી છે

કર્મચારીઓની છટણી કરવાની પ્રક્રિયા વર્ષ 2022 થી હજુ પણ વિશ્વભરમાં ચાલુ છે. મોટી ટેક અને ઈ-કોમર્સ સહિતની અન્ય કંપનીઓએ મોટી સંખ્યામાં તેમના કામદારોને છૂટા કર્યા છે. આ દરમિયાન ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી રહી છે. 

સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
આ વખતે કંપનીએ સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ વખતે ગ્લોબલ રિક્રુટમેન્ટ ટીમમાં આ છટણી કરવામાં આવી રહી છે.  ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 100 કર્મચારીઓની છટણી કરી રહી છે. આલ્ફાબેટ Inc. એ બુધવારે (12 સપ્ટેમ્બર, 2023) કહ્યું કે નવા છટણીના તબક્કા સાથે, કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી રહી છે જેથી ખર્ચમાં ઘટાડો કરી શકાય.

સેંકડો કર્મચારીઓને બરતરફ કરવાનો આ નિર્ણય કંપની દ્વારા વ્યાપક સ્તરે છટણીનો ભાગ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, મુખ્ય ભૂમિકાઓ ભરવા માટે મોટી ટીમને જાળવી રાખવામાં આવશે. આનાથી કર્મચારીઓને કંપનીની અંદર અને અન્ય જગ્યાએ નોકરી શોધવામાં મદદ મળશે.

છટણી કરનાર 'પ્રથમ' મોટી ટેક કંપની
નોંધનીય છે કે આ ક્વાર્ટરમાં કર્મચારીઓની છટણી કરનાર આલ્ફાબેટ પ્રથમ 'મોટી ટેક' કંપની છે.  2023 ની શરૂઆતમાં નબળી અર્થવ્યવસ્થાના કારણે, મેટા, માઇક્રોસોફ્ટ અને એમેઝોને મોટા પાયે નોકરીઓમાં કાપ મૂક્યો હતો અને કોરોના રોગચાળા બાદ નવી ભરતીઓ પણ કરી રહ્યા નહતા. 

જાન્યુઆરી 2023માં લગભગ 12,000 લોકોને બહારનો રસ્તો બતાવ્યો
કેલિફોર્નિયા સ્થિત આલ્ફાબેટે જાન્યુઆરી 2023માં લગભગ 12,000 લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. જે કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 6 ટકા છે. જ્યારે એમેઝોને 18,000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો. આ પછી માઇક્રોસોફ્ટે 10 હજાર કર્મચારીઓને છૂટા કર્યા હતા.  એમ્પ્લોયમેન્ટ ફર્મના અહેવાલ મુજબ, અમેરિકામાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ત્રણ ગણી વધુ છટણી થઈ છે અને ગયા વર્ષની સરખામણીમાં લગભગ ચાર ગણી વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ