બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The Prime Minister will give a big gift to the people of Rajkot. Rajkot AIIMS will be inaugurated

આનંદો! / રાજકોટવાસીઓને 25મીએ મળશે વધુ એક ગિફ્ટ: PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, સરોવરની કામગીરી પૂર્ણ કરવા આદેશ

Vishal Khamar

Last Updated: 01:11 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રવાસીઓને આગામી ટૂંક સમયમાં મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાનનાં હસ્તે રાજકોટ ખાતે એઈમ્સ તેમજ ઝનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્ઘાટન થનાર છે. જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

  • વડાપ્રધાન ફરી આવશે ગુજરાત મુલાકાતે
  • વડાપ્રધાનનાં હસ્તે રાજકોટ એઈમ્સ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે
  • પ્રોજેક્ટને ઝડપી પૂર્ણ કરવા ઈજનેરોને જવાબદારી સોંપાઈ

 વડાપ્રધાન ફરી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે તા. 25 ના રોજ વડાપ્રધાનનાં હસ્તે એઈમ્સ અને ઝનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મનપા હસ્તક રહેલ અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ થશે કે નહી તે એક પ્રશ્ન છે?

પ્રોજેક્ટની 10 ટકા કામગીરી બાકી હોઈ તંત્ર દ્વારા તેને પૂર્ણ કરવા કવાયત હાથ ધરી
આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે,  વડાપ્રધાનનાં હસ્તે અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ હજુ પણ  પ્રોજેક્ટની 10 ટકા કામગીરી બાકી હોઈ તંત્ર દ્વારા તેને પૂર્ણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

કામને યુદ્ધના ધોરણે પૂરા કરવા ઈજનેરોની નિમણૂંક કરી
આ બાબતે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે કામને યુદ્ધનાં ધોરણે પૂરુ કરવા માટે બે સુટી ઈજનેર,  બે ઈન્ચાર્જ સિટી ઈજનેર સહિત 33 ઈજનેરોની નિમણૂંક પણ કરવામાં આવી છે.  જેથી કામગીરી ઝડપી પૂર્ણ થઈ શકે.  રોબટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અટલ સરોવરનું લોકાર્પણ તા. 25.2.2024 ના રોજ વડાપ્રધાનનાં હસ્તે કરવામાં આવશે. જેથી અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવશે. 

વધુ વાંચોઃ RTEના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવું ઉદગમ સ્કૂલને ભારે પડ્યું, આવ્યું ફરફરીયું, DEOએ આપ્યો મહત્વનો આદેશ

અન્ય કામો માટે પણ ઈજનેરોને જવાબદારી સોંપાઈ
પ્રોજેક્ટનાં લોકાર્પણ માટે બ્લોક વાઈઝ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કામ પૂરા કરવા સિટી ઈજનેર પી.ડી. અઢીયા, ઈન્ચાર્જ સિટી ઈજનેર કે.કે.મહેતા, ઈન્ચાર્જ એડી. સિટી ઈજનેર જે.ડી. કુકડીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ બ્લોક વાઈઝના 5 ઈજનેરો, ગાર્ડનિંગ માટે આર.કે.હિરપરાની નિમણૂંક કરવામાં આવી છે.   તેમજ અન્ય કામ માટે ઈજનેરોને જવાબદારી સોંપી સ્માર્ટ સિટીમાં સોલીડ વેસ્ટ શાખાને સફાઈ, બાંધકામ વેસ્ટના નિકાલ, રખડતા ઢોર દૂર કરવા સહિતના હુકમ કરવામાં આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ