બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Show cause notice issued by DEO of Udgam School in Ahmedabad

વિવાદ / RTEના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવું ઉદગમ સ્કૂલને ભારે પડ્યું, આવ્યું ફરફરીયું, DEOએ આપ્યો મહત્વનો આદેશ

Vishal Khamar

Last Updated: 11:54 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણને વેપાર સમજતી ખાનગી સ્કૂલોની મનમાની અવાર-નવાર સામે આવતી રહે છે. તેવામાં હવે અમદાવાદની જાણીતી ઉદગમ સ્કૂલ ફરી વિવાદમાં સામે આવી છે. કારણ કે, RTEના વિદ્યાર્થીઓના પ્રથમ પરીક્ષાના પરિણામો જ સ્કૂલે અટકાવી દીધાં છે. ત્યારે કેમ RTEના વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે ભેદભાવ. અને કેમ અટકાવાયા તેમના પરિણામ.

  • અમદાવાદની ઉદગમ સ્કૂલને નોટિસ 
  • DEOએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારી 
  • RTEના 143 વિદ્યાર્થીઓના અટકાવ્યા પરિણામ

 

અમદાવાદના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. કારણ કે, દર વખતે પોતાની મનમાની ચલાવતી ઉદગમ સ્કૂલો RTEના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા છે. જે અંગે ડીઈઓને રજૂઆત કરાઈ હતી. જે બાદ આ મામલે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. અને સરકારની સૂચનાનું પાલન નહીં કરાય તો વિદ્યાર્થી દીઠ 10 હજાર રૂપિયા દંડ કેમ ન કરવો તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. 

આર.એમ.ચૌધરી (અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી)

RTEના 143 વિદ્યાર્થીઓના અટકાવ્યા પરિણામ
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સમાં પ્રાથમિક વિભાગનાં ધોરણોમાં આરટીઈ હેઠળ 143 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. આ પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓના વાલીઓએ આવકની વિગતો દર્શાવવામાં ફ્રોડ કર્યું હોવાની સ્કૂલ મેનેજમેન્ટે શહેર ડીઈઓ કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી, જેના પગલે આ પ્રવેશ બાબતે શહેર ડીઈઓ કચેરીએ હીયરિંગ હાથ ધર્યું છે. હજી આ બાબતે નક્કર નિર્ણય લેવાનો બાકી છે. આવી પરિસ્થિતિમાં ઉદગમ સ્કૂલના મેનેજમેન્ટે આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા 143 વિદ્યાર્થીની પરીક્ષાનાં પરિણામ રોકી દેતા વાલીઓ અને એનએસયુઆઈએ શહેર ડીઈઓને રજૂઆત કરી હતી.

વધુ વાંચોઃ પવનની દિશા બદલાતા રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, હવે તાપમાનમાં થશે ઘટાડો કે વધારો? જાણો આગાહી

શું પગલા ભરવામાં આવશે તે આગામી સમયમાં ખબર પડશે
મહત્વનું છે કે, શિક્ષણ અને પરિણામ મેળવવું તે વિદ્યાર્થીનો બંધારણીય અધિકાર છે. તેથી આરટીઈના વિદ્યાર્થીઓનું પરિણામ કોઈ પણ કાળે રોકી શકાય નહિ. તેવામાં હવે આ મામલે શું પગલા ભરવામાં આવશે. તે તો આગામી સમયમાં જ ખબર પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ