બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The names of two general ministers and state ministers of BJP may be announced before Diwali.

તૈયારી / ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારની શક્યતા, ખાલી પદો ઝડપથી ભરાય તેવી શક્યતા

Malay

Last Updated: 10:44 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics News: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદોની નિમણૂંકના એંધાણ, દિવાળી પહેલા બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના નામ થઈ શકે છે જાહેર.

  • લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટા ફેરફારના એંધાણ
  • ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં ચાલી રહી છે મેરેથોન બેઠક
  • દિવાળી પહેલા પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ભરાય તેવી સંભાવના  

Gujarat Politics News:  દેશના પાંચ રાજ્યોમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારી પહેલા ભાજપમાં મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો પાર્ટીની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો ઝડપથી ભરાય તેવી સંભાવનાઓ છે. 

દિવાળી પહેલા નામ થઈ શકે છે જાહેર 
દિવાળી પહેલા પ્રદેશ સંગઠનના બે મહામંત્રી અને પ્રદેશ મંત્રીના ખાલી પદો પર નિમણૂંક કરાય તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ તકે, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ પદ પર હજુ સુધી કોઈની નિમણૂંક કરવામાં નથી. જ્યારે પ્રદેશ ભાજપના મંત્રી પદેથી પંકજ ચૌધરીએ રાજીનામું હતું. જેથી પ્રદેશ ભાજપ મંત્રીનું પદ પણ ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલા જ ખાલી પદો પર નિમણૂંક કરી શકે છે. 

Image
પંકજ ચૌધરી

પંકજ ચૌધરીએ આપ્યું હતું રાજીનામું
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. એ સમયે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું હતું કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું. 

પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું હતું. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રદીપસિંહના રાજીનામા બાદ રજની પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટએ પણ રાજીનામું આપી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ