બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The movie 'The Kerala Story' is all set to make a splash on OTT, know when and where you can watch the movie!

મનોરંજન / OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ 'The Kerala Story', જાણો ક્યારે અને ક્યાં તમે ફિલ્મ જોઈ શકશો!

Megha

Last Updated: 03:17 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવા જઈ રહી છે, ઝી નેટવર્કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના સ્ટ્રીમિંગ અધિકારો ખરીદી લીધા છે

  • 'ધ કેરલા સ્ટોરી' OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર
  • વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો
  • મેકર્સે ફિલ્મની OTT રિલીઝ માટે ડીલ કરી છે

 

'The Kerala Story' આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનર છે, જે બોક્સ ઓફિસ પર મોટી સફળતા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચાહકોને આ ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે, પરંતુ 'ધ કેરલા સ્ટોરી' વિવાદોથી ઘેરાયેલી છે. જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને અત્યાર સુધી થિયેટરોમાં જોઈ છે, તો કેટલાક લોકો ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' OTT રિલીઝ તારીખ, બોક્સ ઓફિસ કલેક્શન વિશે જાણો.. 

સોશિયલ મીડિયા પર આ ફિલ્મ બાબતે અલગ અલગ રિએક્શન આપવામાં આવી રહ્યા છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે પહેલા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં પણ આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

અદા શર્માએ દર્શકોને આપ્યો શ્રેય
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ અનેક રેકોર્ડ તોડ્યા છે અને બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. અનેક રાજ્યોમાં પ્રતિબંધ મુકવા છતા ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ વિજેતા બની ગઈ છે. આ ફિલ્મને સફળ બનાવવા બદલ અદા શર્માએ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે.  અદા શર્માએ 13 મેના રોજ શનિવારે એક ફોટો શેર કરીને લાંબી નોટ લખી છે. જેમાં અદા શર્માએ જણાવ્યું છે કે, ‘મારી ઈમાનદારીને બદનામ કરવી, મારી ઈમાનદારીની મજાક ઉડાડવી, ધમકી, ટીઝરનો વિરોધ, કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ, બદનામી અભિયાન શરૂ કરવામાં આવ્યું. પરંતુ દર્શકોએ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને નંબર 1 ફીમેલ લીડ ફિલ્મ બનાવી દીધી છે. આ માત્ર હજુ પહેલુ સપ્તાહ છે. વાહ દર્શકો તમે જીતી ગયા. તમે અદા શર્માને જીતી લીધી.’

દરમિયાન ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે ફિલ્મની OTT રિલીઝ માટે ડીલ કરી છે. નિર્માતાઓ હવે ફિલ્મને OTT પર પણ રિલીઝ કરવાના છે. અહેવાલો અનુસાર, ઝી નેટવર્કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના સ્ટ્રીમિંગ અધિકારો ખરીદી લીધા છે, તેથી તે Zee5 પર રિલીઝ થશે. મેકર્સ આ ફિલ્મને 7મી જુલાઈએ રિલીઝ કરી શકે છે. જોકે, ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ના મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ