બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / The Kovind Committee may hand over the report to the President today on One Country, One Election

Lok Sabha Election 2024 / એક દેશ, એક ચૂંટણી પર આજે કોવિંદ કમિટી રાષ્ટ્રપતિને સોંપી શકે છે રિપોર્ટ, હવે નજર સીધી આગામી ટાર્ગેટ પર

Priyakant

Last Updated: 08:46 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિ આજે એટલે કે ગુરુવારે One Nation One Election પર પોતાનો અહેવાલ સુપ્રત કરી શકે છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા એક દેશ, એક ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ સહિત વિવિધ સંસ્થાઓની એકસાથે ચૂંટણી પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિ આજે એટલે કે ગુરુવારે એક દેશ એક ચૂંટણી (One Nation One Election) પર પોતાનો અહેવાલ સુપ્રત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે One Nation One Election રિપોર્ટ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવી શકે છે.

One Nation One Election પરની કોવિંદ સમિતિ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારાની ભલામણ કરી શકે છે. સૂચિત અહેવાલ લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિને હાલના બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એક સાથે ચૂંટણીઓ યોજવા માટે શક્યતાઓ શોધવા અને ભલામણો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

File Photo

વધુ વાંચો: કોણ છે આ રાજવીઓના વંશજ, જેમને ભાજપે ચૂંટણી લડવા ટિકિટ આપી, એકનું તો છે ગુજરાત કનેક્શન

મહત્વનું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો પણ સમાવેશ થાય છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ સમિતિને સંપૂર્ણ કપટ ગણાવીને ના પાડી દીધી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય છે. એક ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે સમિતિના એક સભ્યએ પુષ્ટિ કરી છે કે, સમિતિ વર્ષ 2029માં એકસાથે ચૂંટણીઓ યોજવાનું સૂચન કરશે અને તેનાથી સંબંધિત પ્રક્રિયાગત અને લોજિસ્ટિકલ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ