બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Who are the descendants of these royals, to whom BJP gave tickets to contest elections?

Lok Sabha Election 2024 / કોણ છે આ રાજવીઓના વંશજ, જેમને ભાજપે ચૂંટણી લડવા ટિકિટ આપી, એકનું તો છે ગુજરાત કનેક્શન

Priyakant

Last Updated: 08:20 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ત્રિપુરા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડનારા આ મહારાણીએ ગુજરાતમાં ડિપ્લોમા ઇન એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમજ સિનિયર મેનેજમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોર્સ કર્યો છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે. વાત જાણે એમ છે કે, ભાજપે ગઇકાલે સાંજે જાહેર કરેલ 72 ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ દેબબર્મા અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારનું નામ પણ છે. ભાજપે ત્રિપુરા પૂર્વ બેઠક પરથી કૃતિ સિંહ દેબબરમાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વાડિયાર વંશના 'રાજા' મૈસૂર બેઠક પરથી ચૂંટણી લડશે. 

ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. હજુ સુધી પાર્ટીએ આ બંને ઉમેદવારોના સ્થાને અન્ય કોઈ નામની જાહેરાત કરી નથી. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20, ગુજરાતમાંથી 7, હરિયાણા અને તેલંગાણામાંથી 6-6, મધ્યપ્રદેશમાંથી 5, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી 2-2 ઉમેદવારોના નામ છે. દાદર અને નગર હવેલીમાંથી 1-1 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

કોણ છે ત્રિપુરાના રાજવી પરિવારની રાણી કૃતિ સિંહ ? 
મહારાણી કૃતિ સિંહ દેબબર્મા ટીપરા મોથા પાર્ટીના સ્થાપક અને ત્રિપુરા રાજવી પરિવારના વડા પ્રદ્યોત માણિક્ય દેબબર્માની મોટી બહેન છે. આગામી લોકસભાની ચૂંટણીમાં તે પ્રથમ વખત ચૂંટણી લડશે. જોકે તેમના માતા-પિતા રાજકારણમાં સક્રિય હતા અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. તેમના પિતા કિરીટ બિક્રમ દેબબર્મા ત્રણ વખત સાંસદ હતા અને તેમની માતા બિભુ કુમારી દેવી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ત્રિપુરાના મહેસૂલ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. કિરીટ દેબબર્મા ત્રિપુરાના છેલ્લા રાજા પણ હતા. 

મહારાણી કૃતિ સિંહ દેબબર્માએ ગુજરાતમાં કર્યો છે અભ્યાસ 
કિરીટ બિક્રમ કિશોર માણિક્યની સૌથી નાની પુત્રી કૃતિએ શિલોંગના લોરેટો કોન્વેન્ટમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેમણે ગુજરાતમાં ડિપ્લોમા ઇન એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમજ સિનિયર મેનેજમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોર્સ કર્યો. તે 1992 થી 1994 સુધી શિલોંગમાં એનિમલ વેલફેર ઓફિસર હતા. તેમના લગ્ન છત્તીસગઢના પૂર્વ કવર્ધા રાજ શાહી પરિવારના વંશજ યોગેશ્વર રાજ સિંહ સાથે થયા હતા. કૃતિ સિંહ દેબબર્મા તેના ભાઈની પાર્ટીના સભ્ય છે પરંતુ તે બીજેપીના સિમ્બોલ હેઠળ ચૂંટણી લડશે. ટીપરા મોથા તાજેતરમાં ત્રિપુરામાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા બાદ દેબબર્માની ઉમેદવારી આવી છે. કૃતિ સિંહની બહેન કુમારી પ્રજ્ઞા દેબબર્માએ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપુરા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી. 

File Photo

કોણ છે મૈસુર શાહીના 27મા રાજા યદુવીર ? 
BJPની બીજી યાદીમાં સામેલ બીજું નામ મૈસુરના રાજવી પરિવારના યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારનું છે. 32 વર્ષીય યદુવીર જયરામચંદ્ર વાડિયારનો પૌત્ર છે. જયરામચંદ્ર વાડિયાર મૈસુરના 25મા અને છેલ્લા રાજા હતા. યદુવીર તેના કાકા અને વાડિયાર વંશના 26મા રાજા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારના રાજકીય વારસાને આગળ વધારશે. શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયાર ચાર વખત મૈસૂરથી સાંસદ રહી ચૂક્યા છે. યદુવીરને 2015 માં ભૂતપૂર્વ મૈસૂર શાહી પરિવારના વડા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પછી તે વાડિયાર વંશના 27માં 'રાજા' બન્યા. 

વધુ વાંચો: UCCને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, લાગુ કરનાર પહેલુ રાજ્ય બન્યું ઉત્તરાખંડ, નિયમ બનાવવા કમિટીની રચના

યદુવીરને તેમના પતિ શ્રીકાંતદત્ત વાડિયારના મૃત્યુ પછી પ્રમોદા દેવી વાડિયારે દત્તક લીધા હતા. યદુવીરનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની વિદ્યાનિકેતન સ્કૂલમાં થયું હતું. આ પછી તેણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે અંગ્રેજી સાહિત્ય અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમને મૈસૂર બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યાં રાજવી પરિવારનો નોંધપાત્ર પ્રભાવ છે. વાડિયાર વંશે 1399 થી 1947 સુધી મૈસુર રાજ્ય પર શાસન કર્યું, જેના છેલ્લા રાજા જયચામરાજેન્દ્ર વાડિયાર હતા, જેમણે 1940 થી 1947 માં ભારતની આઝાદી સુધી શાસન કર્યું. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી તેઓ મૈસુરના રાજા રહ્યા. યદુવીર વાડિયાર રાજકુમારી ગાયત્રી દેવીના પૌત્ર છે, જે જયચામરાજેન્દ્ર વાડિયારની મોટી પુત્રી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ