બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / uttrakhand story president draupadi murmu appoves uniform civil code bill

Uttrakhand UCC / UCCને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, લાગુ કરનાર પહેલુ રાજ્ય બન્યું ઉત્તરાખંડ, નિયમ બનાવવા કમિટીની રચના

Arohi

Last Updated: 07:58 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttrakhand UCC:ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે. જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ UCC લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે.

ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે. જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ UCC લાગુ કરનાર ઉત્તરરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે. તેના માટે ઉત્તરાખંડ સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ઉપનિયમોને બનાવવા માટે 5 સદસ્યની કમીટીનું ગઠન કર્યું છે. જોકે નિયમ બનાવ્યા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા તેને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. તેને લઈને સીએમ ધામીએ લોકોને શુભકામનાઓ આપી છે. કહ્યું વિસ્તારમાં સામાજીક સમાનતાની સાર્થકતાને યુસીસી સિદ્ધ કરશે. 

આ 5 સદસ્ય નક્કી કરશે નિયમ 
જણાવી દઈએ કે સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવા માટે નિયમ બનાવનાર 5 સદસ્યો વાળી કમીટીમાં પૂર્વ આઈએએસ શત્રુદ્ન સિંહા, સામાજીક કાર્યકર્તા મનુ ગૌર, દૂન વિશ્વવિદ્યાલયના કુલપતિ સુરેખા ડંગવાલ, અપર પોલીસ મહાનિર્દેશક અમિત સિન્હા અને ઉત્તરાખંડના સ્થાનીક આયુક્ત અજય મિશ્રા શામેલ છે. આ કમિટી જલ્દી જ એક બેઠક કરી યુસીસી કાયદો લાગુ કરવા માટે જરૂરી નિયમ ઉપ નિયમ બનાવવાનું કામ શરૂ કરશે. 

6 ફેબ્રુઆરીએ સીએમ ધામીએ રજૂ કર્યું હતું બિલ
જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી 2024એ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ-2024 બિલ રજૂ કર્યું હતું. મુંખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા સદનમાં રજૂ કરવામાં આવેલા બિલમાં 392 કલમ હતી જેમાંથી ફક્ત ઉત્તરાધિકાર સાથે સંબંધિત કલમની સંખ્યા 328 હતી. 

વધુ વાંચો: 'એક્ટર સાથે રાત ગુજારવા કરી મજબૂર', દિગ્ગજ અભિનેત્રીના દાવાથી મચ્યો ખળભળાટ

કારણ કે સમાન નાગરિક સંહિતા સમવર્તી યાદી ખાસ છે આ વિષય પર રાજ્ય અને કેન્દ્ર બન્ને કાયદા બની શકે છે. પરંતુ સમાન મુદ્દા પર કાયદા હોવા પર કેન્દ્રનો કાયદાકીય પ્રભાવ માનવામાં આવે છે. માટે આ બિલને ઉત્તરાખંડ વિધાનસભાથી પાસ થવા બાદ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ