બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / The groom died of a heart attack before the wedding ceremony

ઉત્તર પ્રદેશ / મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા, વરરાજા સાફો બંધાવી રહ્યા હતા અને આવ્યો હાર્ટ ઍટેક... કરૂણ ઘટના જાણીને હૈયું ધ્રુજી જશે

Priyakant

Last Updated: 08:39 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh Heart Attack News: વરરાજાને સાફો બાંધતી વખતે તબિયત લથડી તો હોસ્પિટલ લઈ ગયા, ડોકટરોએ મૃત જાહેર કરતાં પરિવાર માથે આભ ફાટ્યું

  • ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના
  • લગ્નનો વરઘોડો કાઢવા માટે તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક 
  • તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પણ ડોકટરોએ મૃત જાહેર કર્યો 

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં લગ્નનો વરઘોડો કાઢવા માટે તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો. જેને લઈ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જોકે હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ તરફ વરરાજાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ તરફ લગ્નના વરઘોડામાં પહોંચેલા લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.

ઉત્તર પ્રદેશના જરવાલ રોડ વિસ્તારના અટવા ગામની આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિગતો મુજબ રામલાલના પુત્ર રાજકમલને કાલે જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ક્યોલીપુરવા અટ્ટાઈસા ગામમાં જાન લઈને જવાનું હતું. તેમના ઘરે લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. ગઈકાલે રાજકમલ વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યો હતો. રાજકમલને વરરાજાનો પોશાક પહેરાવવામાં આવ્યો હતો, જ્યારે સાફો બાંધતી વખતે વરરાજાની તબિયત લથડી હતી.

PHOTO: Social Media

તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પણ..... 
આ તરફ વરરાજાની તબિયત બગડ્યા બાદ તેને તાકીદે સ્થાનિક મુસ્તફાબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ રાજકમલને મૃત જાહેર કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે, રાજકમલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ ઘટના બાદ લગ્ન ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘરમાં અફરાતફરીના માહોલ વચ્ચે ઘટનાની જાણ થતાં જ દુલ્હન પક્ષના લોકો પણ રાજકમલના ઘરે પહોંચી ગયા હતા.

FILE PHOTO

જે ઘરે લગ્ન ત્યાંથી જ ઉઠી વરરાજાની અર્થી 
આ તરફ લગ્નની શોભાયાત્રામાં ભાગ લેવા પહોંચેલા લોકો વરરાજાની અર્થી સાથે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. શોકમય વાતાવરણમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્રના મૃત્યુથી વરના પિતા રામ લાલ ભાંગી પડ્યા છે. રડવાથી તેઓની હાલત ખરાબ છે. પુત્રને યાદ કરીને તે રડે છે અને કહે છે કે, શું મારે આ દિવસ જોવાનો હતો. આજે દીકરો જીવતો હોત તો ઘરમાં ખુશી જ હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ