બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The effects of the floods in Pakistan reached the desert of Kutch

પાણી પાણી / પાકિસ્તાનની વરસાદી આફતની અસર ગુજરાત સુધી પહોંચી, કચ્છમાં જુઓ કેવી સ્થિતિ સર્જાઈ

Vishnu

Last Updated: 09:20 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં આવેલા આ પૂરમાં અત્યાર સુધી 1 હજારથી વધુ લોકો મોતને ભેટયા, હવે પાકિસ્તાનમાં અતિવૃષ્ટિની કચ્છના રણ સુધી થઈ

  • પાકિસ્તાનની અતિવૃષ્ટિની અસર 
  • કચ્છનું રણ બન્યું પાણીમય
  • ધોળાવીરા- ખાવડા માર્ગ પર પાણી

પાડોશી દેશમાં પાકિસ્તાનમાં વરસાદે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વરસાદ બાદ નદીઓમાં આવેલી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. 1 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. તો લાખો લોકો ઘર વિહોણા થયા છે. તેવામાં રેસ્ક્યૂ ઓપરેશન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. લિકોપ્ટર છેક ફસાયેલા વ્યક્તિની ઉપર ઉડાન ભરતું રહે છે.. બીજી તરફ સેનાનો એક જવાન દોરડું નીચે નાખે છે.. અને ત્યાર બાદ નદીમાં ફસાયેલા વ્યક્તિને એરલિફ્ટ કરી લેવામાં આવે છે. પૂરથી 110 જિલ્લા પ્રભાવિત થયા છે. આ પૂરમાં 3 કરોડથી વધુ લોકોને અસર થઈ છે. આ પૂરમાં પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ  અનાજ અને ખાવા પિવાની ચિજવસ્તુઓના પણ ફાંફા પડી રહ્યા છે.

સરહદ કાંઠાનું કચ્છનું રણ દરિયો બન્યું
આ તરફ પાકિસ્તાનમાં અતિવૃષ્ટિની અસર કચ્છના રણ સુધી થઈ છે. પાકિસ્તાનમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પાણી ધોળાવીરા- ખાવડા માર્ગ પર ફરી વળ્યા છે. વરસાદી પાણીના કારણે અનેક સ્થળોએ માર્ગ ધોવાયા છે. ભારે પાણીના ભરાવાને કારણે રણ વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યોસર્જાયા છે.

આજે ક્યાં વરસ્યો વરસાદ?
આજે બોટાદમાં વિરામબાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ગઢડામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાળંગપુર, લાઠીદડ, હરીપર, કેરાળા, રણીયાળામાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાનું પણ શરૂ થયુ હતુ.જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ અને ધારી ગીરના  ગોપાલગ્રામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જાફરાબાદના ફાચરીયા, પીછડી, લોર સહિતના ગામડાઓમાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અમદાવાદમાં ભારે ઉકળાટ વરસાદે રમઝટ બોલાવી હતી. બોડકદેવ, સેટેલાઈટ, બાપુનગર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી.

અંબાલાલની આગાહી
આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ 30,31 ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.

હવામાન વિભાગની શું છે આગાહી?
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 3 દિવસ હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.  રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ