બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / The effect of Israel-Hamas war will be seen on India! Things like smart television, washing machine can be expensive

Israel-Palestine War / ભારત પર દેખાશે ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર! સ્માર્ટ ટેલિવિઝન, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓ થઇ શકે છે મોંઘી

Priyakant

Last Updated: 09:36 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Palestine War News: અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે

  • ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ભારત માટે ચિંતાના સમાચાર
  • ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે 
  • તહેવારોની સિઝનમાં ભારતીય બજારમાં આ વસ્તુઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

Israel-Palestine War : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં ઝડપથી વધારો થવાથી અને ઈરાન અને લેબલાન જેવા દેશો આ યુદ્ધમાં જોડાય તેવી શક્યતાને કારણે ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. વાત જાણે એમ છે કે, અગાઉ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે છે. આનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ગત સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ હતી અને તેની કિંમતમાં વધારો થયો હતો. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 2 ડોલર વધીને પ્રતિ બેરલ 87 ડોલરની નજીક પહોંચી ગયું હતું. 

કાચા તેલમાં વધુ વધારો થઈ શકે
એવી આશંકા છે કે ઈરાન પણ આ હુમલામાં ભાગ લઈ શકે છે. ઈરાન ક્રૂડ ઓઈલનો મુખ્ય ઉત્પાદક છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલ પર નિર્ભર ઉત્પાદનોની કિંમતો વધી શકે છે. 

કઈ વસ્તુઓના ભાવ વધી શકે ? 
એક રિપોર્ટ અનુસાર નિષ્ણાતો માને છે કે, જો યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્માર્ટ ટેલિવિઝન, વોશિંગ મશીન અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. તહેવારોની સિઝનમાં ભારતીય બજારમાં આ વસ્તુઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેની કિંમતો સ્થિર રહેશે. જો કે આ પછી સામાનના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કાચા માલના સપ્લાય પર અસરને કારણે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓના ભાવ વધી શકે છે. 

દૈનિક ઉપયોગની વસ્તુઓમાં પણ વધારો થઈ શકે 
આ તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર પણ જોવા મળી શકે છે. FMCG સેક્ટરમાં સામાનના ભાવમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, દેશમાં FMCG કંપનીઓ પહેલેથી જ ઓછી માંગ સાથે સંઘર્ષ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ