બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દેવાયત ખવડને બ્રિજરાજ દાનનો લલકાર, કહ્યું સામી છાતીએ મોરે મોરા માટે તૈયાર, વિવાદ ભભૂક્યો

શાબ્દિક યુદ્ધ / દેવાયત ખવડને બ્રિજરાજ દાનનો લલકાર, કહ્યું સામી છાતીએ મોરે મોરા માટે તૈયાર, વિવાદ ભભૂક્યો

Last Updated: 12:15 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિજરાજ દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.

બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો છે. સામ-સામે આક્ષેપબાજીનો દોર યથાવત રહેવા પામ્યો છે. દેવાયત ખવડને બ્રિજરાજ દાન દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે.. બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે.

બ્રિજરાજ દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.

બ્રિજરાજ દાને વધું ક્યું કે તમે અમારી કોપી કરીને તો જીવન જીવો છો, સાથે જ કહ્યું કે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી તો સિલેક્ટેડનો મતલબ શું છે તમારા માટે

બ્રિજરાજ દાનના પ્રહાર દેવાયત ખવડના એ વીડિયોના જવાબમાં આવ્યા છે જેમાં દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને પોતાની વાત મુકી હતી..

વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?

રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.”

ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.'

ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું

ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad Brijrajdan Gadhvi Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ