ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO: 'અરે સાહેબ જવા દો..'વડોદરા મનપાએ સાયકલમાં ફુગ્ગા વેચતા ગરીબોની આજીવિકા છીનવી, પગે પડી માં

નફ્ફટાઈ / VIDEO: 'અરે સાહેબ જવા દો..'વડોદરા મનપાએ સાયકલમાં ફુગ્ગા વેચતા ગરીબોની આજીવિકા છીનવી, પગે પડી માં

Published By: Vishal Khamar

Last Updated: 08:22 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા માનવતાહીન કૃત્ય કરતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફૂગ્ગા સાથે પરિવારની સાયકલ લઈ ગયા હતા. જેથી ગરીબ પરિવારની આજીવિકા છીનવાઈ હતી.

ADVERTISEMENT

વડોદરા શહેરની મનપાની દબાણ શાખાની કામગીરી એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. માનવતા ભૂલાવી દે એવા દ્રશ્યો કાલે કારેલીબાગ વિસ્તારના અમિતનગર બ્રિજ નીચે જોવા મળ્યા હતા, જ્યાં ફૂગ્ગા વેચીને જીવન ગુજારતો ગરીબ પરિવાર મનપાની દબાણ શાખાની કાર્યવાહીનો શિકાર બન્યો.

માહિતી મુજબ, દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર ફૂગ્ગા જ નહીં, પરંતુ પરિવારની સાયકલ પણ જપ્ત કરી હતી. જે તેમના રોજીંદા જીવનનિર્વાહનું એકમાત્ર સાધન હતું. સાયકલ જપ્ત થતાં પરિવારનો નાનો બાળક રડી પડ્યો, પરંતુ મનપા કર્મચારીઓનું મન પીગળ્યું નહીં.

સ્થાનિક લોકોએ આ ઘટના જોતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તરફ શહેરમાં અનેક ગેરકાયદે દબાણો યથાવત છે, લારી-ગલ્લાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે બીજી તરફ ગરીબ અને શ્રમજીવી પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવી ટીકા ઉઠી છે.

જનતા પ્રશ્ન ઉઠાવી રહી છે કે શું દબાણ શાખાનું કામ માત્ર ગરીબોના જીવલેણ દબાણ દૂર કરવાનું જ છે? શું મનપાના અધિકારીઓ પાસે માનવતા નામની કોઈ ભાવના બાકી નથી?

આ પણ વાંચોઃ દ્વારકાના યુવકની જોરદાર સિદ્ધી, કાચની બોટલમા કંડારી અદભૂત સ્થાપત્ય કૃતિઓ, PM મોદીને પણ આપી છે ભેટ

આ ઘટના પછી સ્થાનિક સામાજિક કાર્યકરોએ પણ માંગ કરી છે કે મનપાએ આ પરિવારને તરત ન્યાય આપવો જોઈએ અને જીવનનિર્વાહ માટે જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara News , Vadodara Municipal Corporation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ