ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકાના યુવકની જોરદાર સિદ્ધી, કાચની બોટલમા કંડારી અદભૂત સ્થાપત્ય કૃતિઓ, PM મોદીને પણ આપી છે ભેટ
Last Updated: 08:07 PM, 4 November 2025
ADVERTISEMENT
દ્વારકા પાસે આવેલ વરવાળા ગામ જ્યાં અલ્પેશ કંસારા નામનો યુવક રહે છે અલ્પેશને બાળપણથી જ કંઈક અલગ કરવાની જીજ્ઞાશા હતી અને પોતાની આગવી વિચાર શ્રેણીથી આગળ વધતો રહ્યો અને આજે ભારત દેશનો પ્રથમ બોટલ આર્ટિસ્ટ બની ગયો છે.
ADVERTISEMENT

અલ્પેશ કંસારા બાળપણથી જ કાચની બોટલમા વિવિધ કલાકૃતિઓ કંડારી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા આજે તો અલ્પેશની કાચની બોટલમા કંડારેલી કૃતિઓ દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, અમિતાભ બચ્ચનને પણ ભેંટ તરીકે આપવામાં આવી છે આ સિવાય દ્વારકા ખાતે આવતા અનેક મહાનુભાવોને ભેંટ તરીકે આપવામાં આવે છે.
ADVERTISEMENT

અલ્પેશ કંસારા કાચની બોટલને તોડ્યા વિના જ બોટલ અંદર દ્વારકાધીશ જગત મંદિર, એફિલ ટાવર, સોમનાથ મંદિર, મીનાક્ષી મંદિર, બુર્જ ખલીફા, સહીતની કેટલીય કલાકૃતિઓ બનાવવામાં આવી છે અલ્પેશની આ અદભુત કલાને બિરદાવતા 22 થી વધારે નેશનલ એવોર્ડ એક એશિયા એવોર્ડ સાથે અમેરિકન એવોર્ડ પણ મળી ચૂકેલ છે એકાંત એકાગ્ર અને શાંતિ પૂર્વક કરવામાં આવતું બોટલ વર્ક ખુબજ જટિલ છે.
ADVERTISEMENT

અલ્પેશ કંસારા દ્વારા વરવાળા ગામે દેશનો પ્રથમ બોટલ આર્ટિટ્સ મ્યુઝિયમ બનાવી પોતાની વિવિધ કલા કૃતિઓને પ્રદર્ષિત કરવામાં આવી છે જ્યાં હજારો લોકો તેમજ વિદ્યાર્થીઓ મુલાકાત લેવા આવી રહ્યા છે જયારે લોકો ભેંટ આપવા માટે પણ અનેક કલાકૃતિનાં ઓર્ડર પણ આપે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઉનામાં 9 વિઘાનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે કૂવામાં ઝંપલાવી જીવ દીધો! 2 દીકરીના લગ્ન અને પશુચારાનું હતું ટેન્શન
ADVERTISEMENT
હાલ અલ્પેશની બનાવેલ કાચની બોટલમાં કૃતિઓ દેશ વિદેશમા પ્રખ્યાત છે અલ્પેશનો એક માત્ર ઉદ્દેશય છે કે આધુનિક યુગમાં યુવાનો મોબાઈલ પર પોતાનો સમય વેડફી નાંખે છે ત્યારે સમયનો સદુપયોગ કરી કંઈક નવ સર્જન કરીયે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.