ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેન્દ્ર સરકારે સ્વિકાર્યું કે ગુજરાતમાં મનરેગામાં ભયાનક ભ્રષ્ટાચાર: શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યો પ્રહાર

શરમજનક / કેન્દ્ર સરકારે સ્વિકાર્યું કે ગુજરાતમાં મનરેગામાં ભયાનક ભ્રષ્ટાચાર: શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યો પ્રહાર

Published By: Krutarth Joshi

Last Updated: 08:04 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે મનરેગા કૌભાંડનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં દરેકે દરેક પ્રાંતમાં મનરેગાના નામે કૌભાંડ થઇ રહ્યા છે. આ કૌભાંડીઓમાં ભાજપનાં જ મંત્રીઓ અને નેતાઓના પરિવારજનો જ સંડોવાયેલા છે.

ADVERTISEMENT

Shaktising Gohil : ગુજરાત હવે ધીરે ધીરે કૌભાંડોનું પાટનગર બનતું જઇ રહ્યું છે. કોઇ પણ વસ્તું ડુપ્લીકેટ મળી રહી છે. કોઇ પણ જગ્યા કૌભાંડ વગરની નથી. નાનકડું રોડનું થીગડું મારવાથી માંડીને મોટા મોટા હાઇવે બનાવવા સુધી કૌભાંડ વગર ગુજરાતમાં કોઇ જ કામગીરી થતી નથી. તેવામાં ગુજરાતનો મનરેગા કૌભાંડનો મામલો હવે છેક સાંસદ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના સાંસદ અને ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે સમગ્ર મામલે ગુજરાત સરકાર પણ ગંભીર પ્રહારો કર્યા હતા.

રાજ્યસભા સાંસદે કર્યા ભાજપ પર પ્રહાર

રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે મનરેગા કૌભાંડનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં દરેકે દરેક પ્રાંતમાં મનરેગાના નામે કૌભાંડ થઇ રહ્યા છે. આ કૌભાંડીઓમાં ભાજપનાં જ મંત્રીઓ અને નેતાઓના પરિવારજનો જ સંડોવાયેલા છે. શક્તિસિંહે બચુખાબડનાં નામ જોગ કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી. ગોહિલે કહ્યું કે, મનરેગા કૌભાંડની વિશાળતાનો તમે તેના પરથી અંદાજ લગાવો કે તપાસ માટે પણ કુલ 10 ટીમો બનાવવી પડી. આ તો માત્ર એક જ જિલ્લામાં બહાર આવ્યું છે. બાકી જિલ્લે જિલ્લે કૌભાંડીઓ બેઠા છે. ભાજપનાં મળતીયાઓ માટે મનરેગા એક દુઝણી ગાય બની ચુકી છે. જેમાંથી સતત પૈસા વહેતા જ રહે છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી વચ્ચે PM મોદીએ પુતિન સાથે ફોન પર કરી વાત, ભારત આવવા આપ્યું આમંત્રણ

ભાજપ સરકારનો ગળાડુબ ભ્રષ્ટાચાર

કોંગ્રેસી નેતાએ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ હોવાનો આક્ષેપ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પુછેલા સવાલનાં જવાબમાં કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું કે, મનરેગામાં કૌભાંડ થયું છે.ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે, દાહોદમાં જ ત્રણ અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવી પડે તો કૌભાંડ કેટલુ મોટું હશે તમે વિચારી શકો છે. આટલું જ નહી આ માત્ર એક જિલ્લાના આંકડા છે ગુજરાતમાં તપાસ કરવામાં આવે તો આખી સરકાર હલી જાય તેવી સ્થિતિ પેદા થશે. ગુજરાત સરકાર જાગે અને આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

corruption in Gujarat Rajya Sabha horrific corruption in MGNREGA in Gujarat

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ