ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્રમ્પની ધમકી વચ્ચે PM મોદીએ પુતિન સાથે ફોન પર કરી વાત, ભારત આવવા આપ્યું આમંત્રણ

નેશનલ / ટ્રમ્પની ધમકી વચ્ચે PM મોદીએ પુતિન સાથે ફોન પર કરી વાત, ભારત આવવા આપ્યું આમંત્રણ

Last Updated: 07:15 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ટેરિફ વોરની વચ્ચે pm મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત થઈ.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ટેરિફ વોરની વચ્ચે પીએ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત થઈ છે.બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન, પીએમ મોદીએ પુતિનને આ વર્ષના અંતમાં ભારતન આવવાનું આમંત્રણ આપ્યુ છે.

આ વાતચીત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ વિશે માહિતી આપી. પીએમ મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો. નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

વધુ વાંચો: ઘરનું ઘર મધ્યમ વર્ગ માટે સપનું! મુંબઈમાં ઘર ખરીદવામાં લાગશે 109 વર્ષ, સ્ટડીમાં ખુલાસો

સત્તાવાર નિવેદન અનુસાર પ્રધામંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંજમાં 23માં ભારત રશિયા વાર્ષિક શિખ સમ્મેલન માટે ભારત આવાનું આમંત્રણ આપ્યું છે.

ડોભાલે પુતિન સાથે કરી હતી મુલાકાત

આ વચ્ચે National Security Advisor અજીત ડોભાલે ક્રેમલિનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જોડે મુલાકાત કરી હતી. બંને દેશોએ દ્વિપક્ષીય રણનીતિ ભાગીદારીને મજબૂત કરવા માટે સંમતિ દર્શાવી હતો. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે અમેરિકાએ ભારતથી આયાત થતાં સમાન પર 50% ટેરિફ લગાવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે આ મિટિંગ રશિયા અને ભારતની ભાગીદારીને વધુ ઇન્ડી અને અમેરિકાના દવાબને સંતુલિત કરવાની રણનીતિનો એક ભાગ છે.

vtv app promotion

PM મોદી અને લૂલા વચ્ચે વાતચીત

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ પણ ફોન પર PM મોદી સાથે વાતચીત કરી હતી. આ વાત ટ્રમ્પ દ્વારાઆ ભારત અને બ્રાઝિલ પર ટેરિફ લગાવવાની જાહેરાત પછી થઈ હતી. વાતચીત દરમિયાન લૂલાએ ' એકતરફી ટેરિફ' ની નિંદા કરી હતી અને બહુપક્ષીય વ્યવસ્થાને બનાવી રાખવાની વાત કરી હતી. PM મોદીએ પણ બંને દેશો વચ્ચે ઉર્જા, રક્ષા, હેલ્થ અને ટેકનોલોજી જેવ વ્યાપારના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત પર ભરોસો અપાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi President Putin India Russia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ