ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / The British company will make fuel from plastic waste
ADVERTISEMENT
ADVERTISEMENT
પાવરહાઉસ એનર્જીએ એક એવી પ્રક્રિયા વિકસાવી છે, જેમાં આ કચરાના નાના ટુકડા કરાય છે અને ત્યાર બાદ લગભગ 1800 ડિગ્રી ફેરનહિટ તાપમાને ગરમ કરવામાં આવે છે. તેનાથી સિન્થેટિક ગેસનું ઉત્પાદન થાય છે, જે હાઇડ્રોજન, મિથેન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ છે.
સિન્થેટિક ગેસને સળગાવીને વીજળીનું ઉત્પાદન કરાય છે
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા મુજબ સિન્થેટિક ગેસને સળગાવીને વીજળીનું ઉત્પાદન કરાય છે. તેમાંથી હાઇડ્રોજન અલગ કરીને વાહનોમાં ઇંધણના રૂપમાં તેનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજન ઇંધણ સેલવાળાં વાહનો ઇલેક્ટ્રિક મોટર્સથી સંચાલિત હોય છે. જ્યાં સુધી સેલને હાઇડ્રોજન અને ઓક્સિજનની આપૂર્તિ મળે છે તે વીજળી ઉત્પન્ન કરે છે.
.jpg)
ADVERTISEMENT
હાઇડ્રોજન ઇંધણવાળી કારના બે ફાયદા
બેટરીથી ચાલતી કારની તુલનાએ હાઇડ્રોજન ઇંધણવાળી કારના બે ફાયદા છે. પહેલું કારને લાંબા અંતર સુધી ડ્રાઇવ કરાય છે. બીજું ઇંધણ ભરવામાં થોડો સમય લાગે છે, જ્યારે બેટરી ચાર્જ કરવામાં કલાકો નીકળી જાય છે. પાવરહાઉસ એનર્જીના સીઇઓએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ માટે હાઇડ્રોજન બહેતર ઇંધણ છે.
ADVERTISEMENT
ભવિષ્યમાં આવા જ ઇંધણનો કરાશે
મોટી ટ્રકો અને બસો માટે ભવિષ્યમાં આવા જ ઇંધણનો ઉપયોગ કરાશે. હાલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન હજુ ઘણા ઓછા છે અને ખૂબ જ દૂર છે. બ્રિટનમાં આવા ઇંધણ સ્ટેશન 20 કરતા પણ ઓછા છે. જાપાનનો લક્ષ્ય છે કે 2025 સુધી ત્યાંના રસ્તાઓ પર બે લાખ હાઇડ્રોજન કાર હશે. આ કારણે પારંપરિક વાહનોની તુલનાએ કાર્બન ઉત્સર્જનમાં 30 ટકાથી વધુનો ઘટાડો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો