બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Biporjoy hasn't hit yet and look at the situation in Dwarka Market and Temple are closed, rain started
Megha
Last Updated: 11:51 AM, 15 June 2023
ADVERTISEMENT
અત્યારે દેશભરમાં ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો માત્ર બિપરજોય તોફાન જ રહ્યો છે. બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વાવાઝોડાના કારણે દ્વારકામાં મેઘકહેર
- બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકાનું તંત્ર એલર્ટમાં આવી ગયું છે અને દ્વારકાના રૂપેણ બંદરથી લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે જ દરિયાકાંઠે રહેતા લોકોના ઘર અને ઝુંપડા ખાલી કરાવ્યા છે અને તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.
- દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહી છે અને વાવાઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનના પતરા પણ ઉડ્યા હતા. આ સાથે જ દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
- બિપરજોય વાવાઝોડાની અસર દેખાતા દ્વારકાના ગોમતીઘાટ પાસે પાણીનું સ્તર વધ્યું છે. પાણીનું સ્તર વધતા ગોમતીઘાટ પાણીમાં ઘરકાવ થયો છે અને આ સાથે જ વાવાઝોડાને લઈ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
- વાવાઝોડાને લઈને દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વાવાઝોડાની અસરને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી છે.
- દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસર જણાતાની સાથે જે મંદિરની મુખ્ય બજાર બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તંત્રએ વાવાઝોડાને લઈને એલર્ટ આપ્યું છે. સાથે જ દ્વારકાધીશ મંદિર પણ ભક્તોના દર્શન માટે બંધ થયા છે.
- દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસરને કારણે ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે દરિયો તોફાની બન્યો છે અને ભડકેશ્વર જવાના રસ્તા પર એક તરફની દીવાલ તૂટી પડી છે. સાથે જ દરિયામાં ઊંચા મોજા ઉછળતા ભડકેશ્વર પાસેની ભેખડને નુકસાન પંહોચ્યું છે.
દરેકની નજર બિપોરજોય વાવાઝોડા પર
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT