ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / The film 'The Battle Story of Somnath' will be made on the history of Somnath temple in Gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
સોમનાથ મહાદેવના મંદિરના ઈતિહાસ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. પેન ઈન્ડિયા (PEN INDIA) દ્વારા 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ' ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત સાથે એક ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
12 ભાષામાં રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં શૂટ થશે અને 12 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અનુપ થાપા કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને અનુપ થાપાએ જ લખી છે. ફિલ્મના નિર્માતા મનીષ શર્મા અને રણજીત શર્મા છે.
સોમનાથ મંદિર પર આધારિત છે ફિલ્મ
ફિલ્મની કહાની ગુજરાતના વેરાવળ બંદર સ્થિત સોમનાથ મંદિર પર આધારિત છે, જેને અનેક મુઘલ શાસકો દ્વારા વારંવાર તોડવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવ સોમરાજે કરાવ્યું હતું. ટીઝરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ઈ.સ. 1025માં મહમૂદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો. કહેવાય છે કે આ યુદ્ધમાં 50 હજારથી લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ADVERTISEMENT
ફિલ્મની રિલીઝ ડેટ નથી કરાઈ જાહેર
આ ક્રૂર શાસકે મંદિર તોડીને અહીંથી તમામ હીરા અને ઝવેરાતની ચોરી કરી હતી. એવું કહેવાય છે કે મહમૂદ ગઝનવીએ 5000 લોકોની સેના સાથે હિન્દુ આસ્થાના પવિત્ર સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. આ સાથે જ ટીઝરમાં વડાપ્રધાન ડો.રાજેન્દ્ર પ્રસાદ બાબુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોવા મળી રહ્યા છે, જેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીઝરમાં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, અંતમાં એવું દેખાડવામાં આવ્યું છે કે 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ' કમિંગ સૂન.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ