બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Test series is over, now Team India will play directly after 3 months know the schedule

સ્પોર્ટ્સ / ટેસ્ટ સિરીઝ ખતમ, હવે સીધા આ તારીખે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરશે, જાણો શેડ્યૂલ

Megha

Last Updated: 12:54 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝ ખૂબ જ મજેદાર રહી હતી. હવે ટીમ ઈન્ડિયા આગામી કેટલાક મહિનાઓ સુધી સિરીઝ નહીં રમે, આ દરમિયાન ખેલાડીઓ IPL રમતાં જોવા મળશે.

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા માટે આગામી કેટલાક મહિનાઓ સુધી કોઈ મેચ કે સિરીઝ નહીં હોય. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ત્રણ મહિના બાદ ફરીથી મેદાન પર સાથે રમશે. આ પહેલા તમામ ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અલગ-અલગ ફ્રેન્ચાઈઝી ટીમો માટે રમતા જોવા મળશે.

વન ડે વર્લ્ડકપ પૂર્વે જ ટીમ ઇન્ડિયાએ દેખાડ્યો જલવો, એશિયા કપથી ભારતને થશે આ  5 ફાયદા | Team India showed excitement before the ODI World Cup, these 5  benefits will be given

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝ ખૂબ જ મજેદાર રહી હતી. બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ટીમે ટીમ ઈન્ડિયા સામે ખૂબ જ શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. આ પછી રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમે જોરદાર વાપસી કરી અને સતત ચાર મેચ જીતીને એક રીતે ઈંગ્લિશ ટીમનો સફાયો કરી નાખ્યો. હૈદરાબાદ ટેસ્ટ હાર્યા બાદ, ભારતે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં જીત નોંધાવીને સીરિઝમાં અજેય લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ ધર્મશાલામાં છેલ્લી ટેસ્ટ જીતીને સિરીઝ 4-1થી ખતમ કરી હતી.

Tag | VTV Gujarati

ભારતીય ટીમ હવે ICC T20 વર્લ્ડ કપ પછી જ કોઈપણ દ્વિપક્ષીય સીરિઝ રમશે. ટીમ ઈન્ડિયાને જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે 5 મેચની સીરિઝ રમવાની છે. ભારતે આ તમામ મેચ 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે રમવાની છે. ભારતીય ટીમ 6 અને 7 જુલાઈએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પ્રથમ અને બીજી T20 મેચ રમશે. ત્રીજી ટી20 મેચ 10મીએ રમાશે જ્યારે ચોથી ટી20 મેચ 13મી જુલાઈએ રમાશે. સીરિઝની છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે.  

વધુ વાંચો: એવાં 5 ભારતીય ક્રિકેટરો, જેઓ સૌથી વધુ જીત મેળવનાર મેચના રહી ચૂક્યાં સાક્ષી

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પૂરી કર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ અને યુએસએ દ્વારા આયોજિત થનારા ટી-20 વર્લ્ડ કપમાં સીધી રમશે. ભારતે તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. એટલે કે ધર્મશાલા ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયા હવે જૂનમાં જ રમવાની છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ