બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુ પડ્યું, આતંકી જેલ તોડીને ફરાર, સાથે 18 કેદીઓને પણ ભગાડ્યાં
Last Updated: 11:25 AM, 2 July 2024
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની એક જેલમાં સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને 19 ખતરનાક કેદીઓ અહીંની જેલમાંથી ભાગી ગયા હતા. સોમવારે ઘટનાક્રમના આ ક્રમ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરાર કેદીઓમાંથી છને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.
ADVERTISEMENT

સાથે જ ભારતમાં મોસ્ટ વોન્ટેડ એક આતંકી પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેલમાં બંધ હતો. હવે તે જેલ તોડીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. 'જેલ બ્રેક'ની આ ઘટના મંગળવારે પુંછની રાવલકોટ જિલ્લા જેલમાં બની હતી. આ ઘટનામાં 19 કેદીઓ નાસી છૂટ્યા હતા, જેમાંથી કેટલાક ગંભીર ગુનાઓમાં સજા કાપી રહ્યા હતા.
ADVERTISEMENT
PoK jail break 20 Terrorists Run Away... Search Operation Continued#pok #JammuAndKashmir pic.twitter.com/mwid5p0HrF
— Sakshi (@sakkshiofficial) July 1, 2024
આ ઘટનાનો એક વીડીઓ પણ સામે આવ્યો છે, જેમાં પીઓકેના રાવલકોટમાં જેલ બ્રેક બાદ તમામ ખતરનાક આતંકવાદીઓ એક પછી એક ભાગવા લાગ્યા હતા. જેલની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં આતંકવાદીઓનો જેલમાંથી ભાગી જવાનો વીડિયો કેદ થયો છે.
ADVERTISEMENT

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતંકીઓ જેલમાંથી ચૂપચાપ ભાગી રહ્યા છે. જોકે, આતંકીઓ ભાગી જાય તે પહેલા પોલીસને તેનો હવાલો મળી ગયો હતો. પોલીસે કેદીઓને પકડવા ભારે પ્રયાસ કર્યો હતો. પરંતુ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં એક આતંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેની ઓળખ ખય્યામ સઈદ તરીકે થઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: અબુધાબી બાદ હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર, PM મોદીના પ્રવાસ પહેલા રશિયામાં યોજાઇ મહત્વની બેઠક
આ મામલો PoKના રાવલકોટનો છે. PoK પોલીસે જેલમાંથી ફરાર આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 19 આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી પકડાયાના સમાચાર નથી.
ADVERTISEMENT
એવું માનવામાં આવી રહ્યું છે કે કેદીઓને ભગાડવાનો માસ્ટરમાઈન્ડ ગાઝી શહજાદ છે જે જેલમાં ટ્રાયલ પર હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાઝી શહઝાદ પ્રતિબંધિત સંગઠનનો સભ્ય છે અને તેને ભારતે વોન્ટેડ જાહેર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.