બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / telangana dgp suspended who met revanth reddy with bouquet before result says sources

BREAKING / ચૂંટણી આયોગે તેલંગાણાના DGPને તાત્કાલિક કર્યા સસ્પેન્ડ, પરિણામ પહેલા બુકે લઈને પહોંચવું પડ્યું ભારે

Dinesh

Last Updated: 06:59 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: ચૂંટણી પંચે તેલંગણાના ડીજીપી અંજની કુમારને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

  • તેલંગણા વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા સામે
  • તેલંગાણાના ડીજીપી અંજની કુમારને કરાયા સસ્પેન્ડ
  • આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ


 તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને અહીં બહુમતી મળી છે. એક તરફ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ ચૂંટણી પરિણામ પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળવું ડીજીપી માટે ભારે પડ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે તેલંગાણાના ડીજીપી અંજની કુમારને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

ડીજીપીને સસ્પેન્ડ કરાયા
ચૂંટણી પંચે મુખ્ય સચિવને પત્ર મોકલીને તેલંગણાના ડીજીપી અંજની કુમારને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. CS બરતરફીની કાર્યવાહી જારી કરવાની પ્રક્રિયા કરી છે. રવિવારે સવારે DGP રાજ્ય પોલીસ નોડલ ઓફિસર સંજય જૈન અને નોડલ ઓફિસર મહેશ ભાગવત સાથે હૈદરાબાદમાં મતગણતરી દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનુમુલા રેવંત રેડ્ડીને મળ્યા અને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચૂંટણી પંચે એક્શન લીધું છે. આ પછી ચૂંટણી પંચે ડીજીપી કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

CMની રેસમાં કોણ ?
તેલંગાણામાં મુખ્યમંત્રી ચહેરાની વાત કરીએ તો ઘણા એવા નેતાઓ છે જેમને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડી, સાંસદ કેપ્ટન એન ઉત્તમકુમાર રેડ્ડી, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી અને મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક જેવા નામો સામેલ છે. આ સિવાય મોહમ્મદ અઝહરુદ્દીન પણ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. જો કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીનું નામ ટોચ પર માનવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ