બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું છે Airtelનો આ પ્લાન? જે લૉન્ચ થયો તો સ્કેમ કરનારાઓને પરસેવો છૂટી જશે!
Last Updated: 11:53 AM, 26 May 2025
Airtel Cyber Crime : ગુજરાત સહિત દેશભરમાં સતત સાયબર ક્રાઇમ (Cyber Fraud) અને ઓનલાઈન કૌભાંડો (Online Scam)ની ઘટના સતત વધી રહી છે. આ તરફ હવે સાયબર છેતરપિંડી અને ઓનલાઈન કૌભાંડોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એરટેલે (Airtel) છેતરપિંડી અને કૌભાંડો સામેની લડાઈમાં રિલાયન્સ Jio અને VI પાસેથી સમર્થન માંગ્યું છે. એરટેલે સરકાર અને ટ્રાઈ (TRAI) ને જાણ કરી છે કે, કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓને બચાવવા માટે તેમણે વોડાફોન આઈડિયા અને જિયોને પત્ર લખ્યો છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો એરટેલને VI અને Jioનો ટેકો મળે તો છેતરપિંડી કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે.
ADVERTISEMENT
શું તમે જાણો છો 2024માં કેટલું નુકસાન થયું?
VI અને Jio ને લખેલા પત્રમાં એરટેલે જણાવ્યું હતું કે, 2024 ના પ્રથમ 9 મહિનામાં ભારતમાં 17 લાખથી વધુ સાયબર ક્રાઇમ સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. 17 લાખથી વધુ કેસોમાં છેતરપિંડી કરનારાઓએ લોકો સાથે 11,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
ADVERTISEMENT

હવે જાણો શું છે એરટેલનો પ્લાન ?
ADVERTISEMENT
એરટેલે સંયુક્ત ટેલિકોમ ફ્રોડ પહેલ શરૂ કરવાની યોજના બનાવી છે, જેના માટે એરટેલને જિયો અને વોડાફોન-આઇડિયાના સમર્થનની જરૂર છે. આ યોજના હેઠળ કંપનીઓ રીઅલ ટાઇમ ફ્રોડ ઇન્ટેલિજન્સ શેરિંગ અને ક્રોસ નેટવર્ક કોઓર્ડિનેશન દ્વારા છેતરપિંડી અને કૌભાંડોને શોધી કાઢશે અને અટકાવશે. એરટેલે ટ્રાઈ(TRAI)ના ચેરમેન અનિલ કુમાર લાહોટી અને ટેલિકોમ સચિવ નીરજ મિત્તલને લખેલા પત્રમાં આ માહિતી આપી છે.

ADVERTISEMENT
છેતરપિંડી કરનારાઓ હોશિયાર બન્યા
સાયબર ગુનેગારો ચાલાક બની ગયા છે, તેઓ લોકોને છેતરવા માટે નકલી લોન ઑફર્સ, ફિશિંગ લિંક્સ અને છેતરપિંડીવાળા ચુકવણી પૃષ્ઠો જેવી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. એરટેલનું કહેવું છે કે, ટેલિકોમ છેતરપિંડી, સ્પામ અને કૌભાંડોથી બચવા માટે બધી ટેલિકોમ કંપનીઓએ એક થવું પડશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ના હોય.. હવે Google ફ્રીમાં બદલી આપશે સ્માર્ટફોનની બેટરી! આ રીતે ચેક કરો ખરાબ બેટરી
એરટેલે 2024માં પણ માંગ્યો હતો સપોર્ટ
ADVERTISEMENT
ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ એરટેલે બધી ટેલિકોમ કંપનીઓ પાસેથી અનિચ્છનીય વ્યાપારી સંદેશાઓના જોખમનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા માટે સહયોગ માંગ્યો હતો. તે સમયે એરટેલે સૂચન કર્યું હતું કે, કોર્પોરેટ કનેક્શનની વિગતો નિર્ધારિત ફોર્મેટમાં શેર કરવી જોઈએ જેથી સ્પામ પર નજર રાખી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.