બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ના હોય.. હવે Google ફ્રીમાં બદલી આપશે સ્માર્ટફોનની બેટરી! આ રીતે ચેક કરો ખરાબ બેટરી
Last Updated: 09:49 AM, 26 May 2025
Google Battery Replacement : Google Pixel 7a સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે કંપનીએ મફત બેટરી રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. વાસ્તવમાં તાજેતરમાં ઘણા વપરાશકર્તાઓના હેન્ડસેટની બેટરી ફૂલી ગઈ હતી જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે કંપનીએ મફતમાં બેટરી બદલવાની જાહેરાત કરી.
ADVERTISEMENT
સ્માર્ટફોનની બેટરી બદલવામાં આવશે ?
ગૂગલના આ રિપેર પ્રોગ્રામ હેઠળ Pixel 7a સ્માર્ટફોનની બેટરી બદલવામાં આવશે. આ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં ભારતીય વપરાશકર્તાઓ પણ ભાગ લેશે. નોંધનીય છે કે, આ રિપેર પ્રોગ્રામ નવો નથી. ગૂગલે આ વર્ષે એપ્રિલમાં સ્વીકાર્યું હતું કે, બેટરી અંગે ઘણી ફરિયાદો આવી છે.
ADVERTISEMENT
ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ
Pixel 7a અને ઘણા Pixel 6a વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને તેમના હેન્ડસેટમાં આવતી સમસ્યાઓ વિશે વાત કરી. ફોનની બેટરીની સમસ્યા વિશે કહ્યું અને તેને ઠીક કરવા પણ કહ્યું.
ADVERTISEMENT

શું કહ્યું ગુગલે ?
ADVERTISEMENT
ગૂગલે કહ્યું હતું કે, આ કોઈ મોટી સમસ્યા નથી કારણ કે ફક્ત પસંદગીના લોકો જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુગલના આ પ્રોગ્રામ માટે એક ઓનલાઈન પેજ છે, જ્યાં તેના વિશે સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે અને ત્યાંથી તમે મફત બેટરી રિપ્લેસમેન્ટ ઓફરનો લાભ લઈ શકો છો.
વધુ વાંચો : FASTag Policy: એક વખત ટોલ ભરો અને આખું વર્ષ ટોલ ફ્રી, નવી સુવિધાનો લાભ ઉઠાવી લેજો
ADVERTISEMENT
સ્માર્ટફોનની ખરાબ બેટરી કઈ રીતે છે કરશો ?
ગુગલ પેજ પર ઉલ્લેખ છે કે તમે તમારા હેન્ડસેટની બેટરીની સ્થિતિ પણ ચકાસી શકો છો. આ અંગે તમને સ્માર્ટફોનમાં કેટલાક સંકેતો દેખાશે, જેમાં સ્માર્ટફોનની જાડાઈ વધી શકે છે અથવા પાછળનું પેનલ ફૂલી શકે છે. જો સ્માર્ટફોનના એજ કવરમાં ગાબડા હોય તો આ પણ ખરાબ બેટરીની નિશાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.