ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:29 AM, 22 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના સેવક હનુમાનજીનો એક આશ્ચર્ય પમાડે તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી.

ADVERTISEMENT
વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી
અમરેલીના બાબરામાં મારૂતિ નંદન હનુમાનજી મંદિરમાં કૌતુક સર્જાયું હતું. હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હનુમાનજીની આંખોમાં અશ્રુ વહેતા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા ભક્તો ઉમટી પડ્યા હતા. વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી.
વધુ વાંચોઃ સુરતીએ રામ મંદિરને દાનમાં આપ્યું 5 મણ સોનું, મોરારીબાપુના સેવકોએ 16 કરોડ આપ્યાં
ADVERTISEMENT
મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા ભક્તોનાં ટોળે ટોળા મંદિર ખાતે આ ઘટના જોવા માટે ઉમટી પડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.