Tauktae Cyclone put in fourth dangerous category by meteorological department
ભયંકર /
અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર : વાવાઝોડાને હવામાને વિભાગે કેટેગરી-4 જાહેર કર્યુ, આખા ગુજરાતમાં દહેશત
Team VTV10:59 AM, 17 May 21
| Updated: 11:24 AM, 17 May 21
તૌકતે પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર : વાવાઝડાને અત્યંત ગંભીર કેટેગરી-4માં મુકાયું
'તૌકતે' વાવાઝોડું કેટેગરી-4માં મુકાયું
હવામાન વિભાગે આપી માહિતી
અત્યંત ગંભીર વાવાઝોડું જાહેર કર્યું
કેટેગરી-4માં 225થી 279 કિમી ઝડપે ફૂંકાય છે પવન
અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
25 વર્ષ બાદ લાગ્યું 10 નંબરનું સિગ્નલ
આ વાવાઝોડાનું સંકટ કેટલું મોટું છે તે તેના પરથી જાણી શકાય છે કે ગુજરાતના દરિયાકિનારે બંદરો પર 25 વર્ષ બાદ 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ, માંગરોળમાં દસ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તથા પોરબંદર તથા દ્વારકામાં પણ આઠ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. જાફરાબાદમાં દરિયા કિનારે તો ધારા 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સોમવારે રાત્રે જ ગુજરાતને ટક્કર મારશે વાવાઝોડું
ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે વાવાઝોડાની ગતિ ખૂબ જ વધી રહી છે અને પ્રચંડ વેગ સાથે વાવાઝોડું હવે આજે રાત્રે જ આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે. ગુજરાતના પોરબંદરથી મહુવાની વચ્ચે આ વાવાઝોડું ટકરાશે જેમાં અત્યંત ભયંકર કહી શકાય તેમ 156થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.