બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Tattoo craze among the youth of Surat, artists work for free

અયોધ્યા રામ મંદિર / હરહંમેશ રહેશે રામમંદિરની છાપ: સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ, ફ્રીમાં કામ કરે છે આર્ટિસ્ટ, જુઓ વીડિયો

Published By: Vishal Khamar

Last Updated: 11:54 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતનાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં ટેટૂ આર્ટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે.

  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સુરતના યુવાનોમાં ઉત્સાહ 
  • સુરતમાં ટેટૂ આસ્ટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઇ કરી હતી પોસ્ટ 
  • ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટુ ફ્રીમાં કરી આપવાની કરી જાહેરાત 

 અયોધ્યા ખાતે બનેલ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનો રામના નામનું ટેટૂં છુંદાવી રહ્યા છે. સુરતમાં ટેટૂ આટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ બનાવવા મોટી સંખ્યામાં યુવાનોએ ટેટૂ છુંદાવ્યા છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ લોકો અમે ટેટૂ બનાવવા આવ્યા
આ બાબતે ટેટુ બનાવવા આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દેખીને હું આવ્યો છું. ત્યારે ઘણા વર્ષો બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે. જેથી અમે લોકો ખૂબ ઉત્સાહી છીએ. ત્યારે ધ્વનીલભાઈએ પોસ્ટ કરી હતી કે જે રામજીનું નામ લખાવશે. તેને ફ્રી માં લખી આપવામાં આવશે. એટલે અમે અહીંયા ટેટુ બનાવવા આવ્યા છીએ.

સુરતમાં લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે ઉજવણી
22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તે વાત સાંભળીને અમે ખૂબ જ ખુશ છીએ. ત્યારે અમે ત્યાં જઈ શકીએ કે નહી તે તો ખબર નથી. અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દેખી હતી. જેમાં લખ્યું હતું કે જેમને પણ રામ નામું ટેટું બનાવવું હોય તેને ફ્રી માં બનાવી આપવામાં આવશે. સમગ્ર સુરતમાં અલગ અલગ રીતે લોકો ઉજવણી કરી રહ્યા છે. 

ટેટુ આર્ટિસ્ટ, સુરત

રામનામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો
આ બાબતે ટેટૂ બનાવનારે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે જે 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.  જેને લઈ લોકો પોત પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હું ટેટુ આટીસ્ટ છું જેથી મે નિર્ણય કર્યો કે હું પણ રામ નામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Tattoo artist surat અયોધ્યા રામ મંદિર ટેટુ આટીસ્ટ યુવાનોમાં ઉત્સાહ સુરત surat

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ