ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
તત્તાપાનીનો અર્થ થાય છે ગરમ પાણી
ADVERTISEMENT
એવું કહેવાય છે કે થોડા વર્ષો પહેલા અહીંના લોકલ લોકો સિવાય આ જગ્યા વિશે કોઇ જાણતુ ન હતુ. ઉલ્લેખનીય છે કે તત્તાપાનીની ટ્રિપ બજેટમાં થનારી એડવેન્ચર ટ્રિપ છે. અહીં ઘણી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. આમ તો અહીં વર્ષમાં ગમે તે સમયે આવી શકાય છે, પરંતુ ઠંડકના સમયમાં જ્યારે અહીં ફરવા આવીએ તે સમયની મજા જ કંઇક અલગ છે.

ADVERTISEMENT
એડવેન્ચર ડ્રાઇવ
શિમલાથી તત્તાપાનીની વચ્ચે લગભગ 50 કિલોમીટરના અંતરે એડવેન્ચર ડ્રાઇવની મજા લઇ શકાય છે. આ આખા રસ્તામાં યાત્રા દરમિયાન પહાડોનો એવો આકર્ષક નજારો જોવા મળે છે કે મન ખુશ થઇ જાય છે. આ ઉપરાંત રસ્તામાં ધાર્મિક સ્થળ પણ આવે છે. અહીં દેશભરમાંથી બાઇકર ગ્રુપ્સ ડ્રાઇવ માટે આવે છે. આ ઉપરાંત લોકો સતલજ નદીના કિનારે સાઇકલિંગની મજા પણ લે છે.
ADVERTISEMENT
ટ્રેકિંગની મજા
જો તમને ટ્રેકિંગનો શોખ હોય તો તમારા માટે આ જગ્યા બિલકુલ પરફેક્ટ છે. દેવદારના જંગલોની વચ્ચે ટ્રેકિંગનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પર્ફેક્ટ છે. દેવદાર જંગલોની વચ્ચે ટ્રેકિંગ કરવાની અલગ જ મજા છે. ટ્રેકિંગ કરવા દરમિયાન રસ્તામાં ઘણા વોટરફોલ મળે છે, જેને જોઇને મન મુગ્ધ થઇ જાય છે. તત્તાપાનીમાં ટ્રેકિંગની ખુબ જ ચર્ચિત સ્પોર્ટ એક્ટિવિટી છે.
ADVERTISEMENT

રિવર રાફ્ટિંગનો રોમાંચ
ADVERTISEMENT
તત્તાપાનીમાં દેશભરના લોકો રિવરરાફ્ટિંગ માટે આવે છે. સતલજ નદીમાં લોટીથી શરુ થઇને ચાબા સુધીના ટ્રેક રિવરરાફ્ટિંગ માટે છે. અહીં નીલા રંગના પાણીમાં રિવર રાફ્ટિંગ કરવાનો અલગ જ રોમાંચ છે. આ ઉપરાંત તત્તાપાનીમાં બોટિંગ કરવાનો આનંદ પણ લઇ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો