બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટાટા મોટર્સનું મોટું એલાન, વર્લ્ડ કપ જીતનારી મહિલા ક્રિકેટ ટીમને આપશે આ મોટી ગિફ્ટ, જોરદાર ચીજ છે
Last Updated: 08:57 AM, 6 November 2025
વનડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વધુ એક મોટી ગિફ્ટ મળી છે. ટાટા મોટર્સે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બધી ખેલાડીઓને એક મોટી ગિફ્ટનું એલાન કર્યું છે. કંપની ટીમના દરેક સભ્યને ટૂંક સમયમાં લોન્ચ થનારી નવી ટાટા સીએરાનું ભેટમાં આપશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના એમડી અને સીઈઓ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેમના અસાધારણ પ્રદર્શન અને શાનદાર જીતથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
ADVERTISEMENT
મહિલા ટીમ પહેલી વાર જીતી લાવી વર્લ્ડ કપ
2 નવેમ્બરના રોજ યોજાયેલી મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ પહેલી વાર હતું જ્યારે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો.
ADVERTISEMENT
ક્યારે લોન્ચ થશે ટાટા સિએરા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ટાટા સિએરા 25 નવેમ્બર, 2025 ના રોજ લોન્ચ થવાની છે. કંપની ટાટા સિએરા એસયુવીનો પ્રથમ બેચ ભેટમાં આપશે, જેમાં ટોચની લાઇન એસયુવીનો સમાવેશ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.