ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:46 PM, 1 March 2024
ADVERTISEMENT
મેષ- સંબંધોમાં પ્રેમ વધશે અને બોન્ડ વધુ મજબૂત થશે. પાર્ટનર પાસે પોતાની લાગણી ના છુપાવવી અને સંકોચ વગર વાત શેર કરવી. આ મહિનામાં જીવનમાં રોમાંચક મોડ આવશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. બિઝનેસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે. કરિઅર ગ્રોથમાં સોનેરી તક મળશે. પડકારનો સામનો કરી શકશો. જીવનના તમામ ક્ષેત્રે સફળતા મળશે, જે પણ કાર્ય અટક્યા હશે તે કાર્ય પૂર્ણ થશે.
ADVERTISEMENT
વૃષભ- જીવનમાં પરિવર્તન આવશે. આરોગ્ય પર ધ્યાન આપો. સંબંધોમાં ગેરસમજણ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઓફિસમાં તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપો, જેથી પ્રમોશન મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સંબંધોમાં સુધારો થશે. નાણાંકીય વિવાદનું નિવારણ આવશે તથા સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે.
મિથુન- કરિઅર ગ્રોથમાં નવી તક મળશે. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. આત્મવિશ્વાસ સાથે પડકારનો સામનો કરો. પ્રોફેશનલ લાઈફમાં વધુ જવાબદારી આવી શકે છે અને તમારા કાર્યની પ્રશંસા થશે. મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે, જીવનના તમામ ક્ષેત્રે સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે.
ADVERTISEMENT
કર્ક- જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. સંબંધોમાં મનભેદ તઈ શકે છે. પાર્ટનરના વિચારનું સમ્માન કરો. એકબીજાને ખોટા સાબિત કરવાની જગ્યાએ સંબંધને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરો. સાથીનું સમ્માન કરો. સપના પૂર્ણ કરવા માટે એકબીજાને સપોર્ટ કરો.
સિંહ- જીવનસાથી સાથે મનભેદ થઈ શકે છે. સંબંધોમાં તાલમેલ જાળવવાની કોશિશ કરો. વાતચીતની મદદથી મુશ્કેલીઓનું નિવારણ લાવવાની કોશિશ કરો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. બજેટ અનુસાર ખર્ચ કરો.
ADVERTISEMENT
કન્યા- સંબંધોમાં સકારાત્મક પરિવર્તન માટે તૈયાર રહો. સંબંધો વધુ મધુર બનશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. ઓફિસમાં તમારા બોસ તમારા કામથી ખુશ થશે. નોકરી અને બિઝનેસમાં સારું વાતાવરણ રહેશે. કરિઅરમાં પ્રગતિની નવી તક મળશે. નાણાંકીય આગમનના રસ્તા વધુ મોકળા થશે. સુખ સુવિધામાં જીવન પસાર કરશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
તુલા- જીવનમાં રોમાંચક પળને એન્જોય કરવા માટે તૈયાર રહો. પ્રોફેશનલ લાઈફમાં નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે, જીવનસાથીનો સપોર્ટ મળશે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળશે. જે પણ પરેશાની ચાલી રહી છે તેનાથી છુટકારો મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે, કરિઅર ગ્રોથમાં નવી તક મળશે.
ADVERTISEMENT
વૃશ્વિક- ઓફિસમાં નવા પડકારનો સામનો કરવો પડશે, મહેનત કરો અને જરૂર પડે ત્યારે સહકર્મીઓની મદદ કરો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથની નવી તક મળશે. ફેમિલીના સપોર્ટથી પરેશાની દૂર થશે. બિઝનેસ વિસ્તારિત થશે, નાણાંકીય આવક વધશે. પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા માટે જઈ શકો છો.
ધન- સંબંધોમાં દૂરીઓ આવશે અને જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. સંબંધોમાં સમજ અને તાલમેલ જાળવવાની કોશિશ કરો. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. પ્રોફેશનલ લાઈફમાં પરેશાની દૂર કરવા માટે સ્વજનોની સલાહને અવગણવી નહીં. ચેલેન્જિંગ ટાસ્ક હેન્ડલ કરવા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
ADVERTISEMENT
મકર- તમારા લક્ષ્ય પર ફોકસ કરો અને તે મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહો. જીવનસાથી સાથે ફીલિંગ શેર કરવામાં સંકોચ ના કરવો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન જાળવી રાખો. કામનો વધુ તણાવ ના લેવો. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. યોગ અને મેડિટેશન કરો.
કુંભ- આર્થિક મામલે સાવધાની રાખવી. નાણાંકીય બાબતોના નિર્ણય સમજી વિચારીને કરવો. રિલેશનશીપમાં ત્રીજી વ્યક્તિની દખલઅંદાજી ના થવા દેવી. પરિવાર અને મિત્રોના સપોર્ટથી આવકમાં વૃદ્ધિ થશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે, જીવનસાથીનો સપોર્ટ મળશે.
ADVERTISEMENT
મીન- જીવનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર રહો. ઓફિસમાં ડિસ્ટર્બન્સ રહેશે, કામની ટીકા થઈ શકે છે. ધીરજ જાળવી રાખો. સફળતા મેળવવા માટે સતત કોશિશ કરતા રહો. સંબંધોમાં ગેરસમજણને કારણે પરેશાની વધી શકે છે. ઓફિસમાં બોસની સલાહ અને સૂચન ધ્યાનથી સાંભળો. નકારાત્મકતાથી દીર રહો. નાણાંકીય બાબતે સમજી વિચારીને નિર્ણય કરવા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો