બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / અજબ ગજબ / વડોદરાના સમાચાર / Tarak Mehta's Tapu and Babita got engaged to each other?
Vishal Khamar
Last Updated: 07:03 PM, 13 March 2024
બબીતા અને ટપુની સગાઈ થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, અભિનેત્રી મુનમુન દત્તા અને ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે સગાઈ કરી લીધી છે.
ADVERTISEMENT
બબીતા અને ટપુએ સગાઈ કરી લીધી છે. કલાકારનાં નજીકનાં સૂત્રોએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમનાં નજીકનાં સબંધીએ મુનમુન અને રાજને મુંબઈ બહાર એક સાદા સમારંભમાં સગાઈ કરી લીધી હતી. થોડા દિવસ પહેલા જ તેઓની સગાઈ થઈ છે. બંનેએ વડોદરા (ગુજરાત)માં રિંગ્સની આપલે કરી હતી. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અને તેઓ સગાઈમાં પણ હાજર હતા.
સૌથા ચોંકાવનારી વાત તો એ છે કે રાજ અનાદકટની ઉંમર 27 વર્ષ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 36 વર્ષ છે. એટલે કે રાજ અનડકટે મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ બોક્સ ઓફિસ પર શૈતાનનો 'વશ', 5 દિવસમાં કરી બજેટથી વધુ કમાણી, કલેક્શનનો આંકડો મેજિકલ
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ કરી રહી છે. રાજ અનડકટે દિલીપ જોશીના પુત્ર ટપુની ભૂમિકા ભજવી હતી. રાજે વર્ષ 2022માં શો છોડી દીધો હતો. પરંતુ મુનમુન દત્તા વચ્ચેના પ્રેમ સબંધના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.