બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Talking about Gujarat, polling will be held in Gujarat on May 7 for all seats in a single phase

મહામંથન / લોકસભા ચૂંટણી : રાજકીય પક્ષોની 43 દિવસની પરીક્ષા, મહાજંગ બાદ કોના માટે ઉગશે મંગળ પ્રભાત?

Dinesh

Last Updated: 09:32 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7મેના રોજ એક જ તબક્કામાં તમામ બેઠક ઉપર મતદાન યોજાશે. સાથે-સાથે પાંચ વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાશે

બોર્ડની પરીક્ષાઓ હવે લગભગ પૂરી થઈ ચુકી છે અને રાજકીય પક્ષોની પરીક્ષાઓ શરૂ થશે. રાજકીય પક્ષોની પરીક્ષાનો આ સમયગાળો 43 દિવસ જેટલો છે. 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. 19 એપ્રિલથી શરૂ કરીને 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં ચૂંટણીપંચે ઘણું અલગ કરવાનો પ્રયાસ કર્યો. લોકસભાની સાથે-સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 26 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7મેના રોજ એક જ તબક્કામાં તમામ બેઠક ઉપર મતદાન યોજાશે. સાથે-સાથે પાંચ વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે આ વખતની ચૂંટણીમાં જે અપેક્ષિત સરકારી જાહેરાતો કરવાની હોય એ તો કરી જ છે સાથો-સાથ ચૂંટણીપંચે આ વખતે EVM ઉપર ઉઠાવવામાં આવતા સવાલોનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. માત્ર EVM જ નહીં પણ આદર્શ આચારસંહિતા, હેટ સ્પીચ, ફેક ન્યૂઝ સહિતના મુદ્દે કડક સ્ટેન્ડ લીધું છે. સત્તાધારી પક્ષની હેટસ્પીચ સામે કથિત અવગણનાના આરોપને પણ ચૂંટણીપંચે મેરિટની દ્રષ્ટિએ રદબાત કર્યો અને સ્પષ્ટ કર્યુ કે તેમની કાર્યવાહી હકીકતને આધિન હોય છે નહીં કે કોઈ પક્ષને આધીન. આ વખતની લોકસભા ચૂંટણી નેતાઓ ઉપર બાજ નજર રાખનારી અને મતદારોને વધુમાં વધુ સગવડ આપનારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો પોતાની બેઠકો જીતવાના ઉંચા ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી અગાઉના મતદાનના રેકોર્ડ તોડશે કે કેમ. ગત ચૂંટણીનું 67 ટકા જેટલું મતદાન આ વર્ષે નવા કિર્તીમાન સ્થાપશે કે નહીં. મતદારોનો લોકશાહી તરફ અને જે તે રાજકીય પક્ષો અને તેના નેતાઓ તરફનો વિશ્વાસ વધશે કે નહીં. 

ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ 
18મી લોકસભાના ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ થઈ છે. 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણી પણ સાથે જ યોજાશે. જ્યાં પેટાચૂંટણી હશે ત્યાં લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન થશે. અનેક મતદાતાઓએ બે જગ્યાએ મતદાન કરવું પડશે. ચૂંટણીપંચે તમામ સ્તરેથી વ્યાપક તૈયારીઓ કરી દીધી છે. EVM, આદર્શ આચારસંહિતા, હેટસ્પીચ સહિતના મુદ્દે જવાબ આપ્યા છે. ફેક ન્યૂઝ અંગે પણ ચૂંટણીપંચની સ્પષ્ટ તાકિદ કરાઈ છે. રાજકીય પક્ષો બેઠકોના ઉંચા ટાર્ગેટ રાખી રહી છે. સવાલ એ છે કે મતદાનના અગાઉના રેકર્ડ તૂટશે? 100% મતદાનનું લક્ષ્ય પૂર્ણ થશે કે કેમ? મતદાતાઓનો રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે કે કેમ? રાજકીય પક્ષો ઉપર વિશ્વાસના આધારે મતદાનના આંકડા ઉંચા આવશે કે કેમ?

કેટલા તબક્કામાં મતદાન?
7

મતદાનનો સમયગાળો
19 એપ્રિલથી 1 જૂન

ક્યારે આવશે પરિણામ?
4 જૂન

તબક્કાવાર મતદાન
પહેલો તબક્કો
19 એપ્રિલ

બીજો તબક્કો
26 એપ્રિલ

ત્રીજો તબક્કો
7મે

ચોથો તબક્કો
13મે

પાંચમો તબક્કો
20મે

છઠ્ઠો તબક્કો
25મે

7મો તબક્કો
1 જૂન

તબક્કાવાર રાજ્ય અને બેઠકોનું મતદાન
પહેલો તબક્કો
19 એપ્રિલ
21 રાજ્ય
102 બેઠક

બીજો તબક્કો
26 એપ્રિલ
13 રાજ્ય
89 બેઠક

ત્રીજો તબક્કો
7મે
12 રાજ્ય
94 બેઠક

ચોથો તબક્કો
13મે
10 રાજ્ય
96 બેઠક

પાંચમો તબક્કો
20મે
8 રાજ્ય
49 બેઠક

છઠ્ઠો તબક્કો
25મે
7 રાજ્ય
57 બેઠક

સાતમો તબક્કો
1 જૂન
8 રાજ્ય
57 બેઠક

આ ચૂંટણીમાં નવું શું છે?
96.8 કરોડ મતદાતા છે. જેમાં નવા મતદાતાની સંખ્યા 1.98 કરોડ છે. 18મી લોકસભામાં નવા મતદાતામાં 85 લાખ મહિલાઓ છે. 12 રાજ્યોમાં મહિલા મતદારો પુરૂષ મતદાર કરતા વધુ છે. 82 લાખ મતદાર 85 વર્ષથી વધુ વયના છે જ્યારે 2 લાખ 18 હજાર મતદાર 100 વર્ષથી વધુ વયના છે. 85 વર્ષથી વધુ વયના મતદારો ઘરેથી મતદાન કરી શકે તેના માટે સુવિધા ઉપલબ્ધ કરાશે. 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ફોર્મ-12 ચૂંટણીપંચ પહોંચાડશે. દિવ્યાંગ મતદારો પણ ઘરેથી મત આપી શકે તેની સુવિધા મળશે તેમજ આ ચૂંટણીમાં 88.4 લાખ દિવ્યાંગ મતદાર છે.  55 લાખ EVMનો ઉપયોગ કરાશે જ્યારે 10.5 લાખ પોલીસ સ્ટેશન.  1 એપ્રિલે 18 વર્ષ પૂરા થશે તેવા 13.4 લાખ નવા મતદારને જોડી દેવાશે

ગુજરાતમાં મતદાન ક્યારે?

  • ગુજરાતમાં 7મેના રોજ મતદાન
  • ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન
  • 26 બેઠકો ઉપર એકસાથે જ મતદાન
  • ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાથે યોજાશે

ગુજરાતમાં કઈ વિધાનસભાની પેટાચૂંટણી?
માણાવદર
વિજાપુર
પોરબંદર
ખંભાત
વાઘોડિયા

ગુજરાતમાં કુલ મતદાર
4.94 કરોડ

ગુજરાતમાં પુરૂષ મતદાર
2.54 કરોડ

ગુજરાતમાં મહિલા મતદાર
2.39 કરોડ

ગુજરાતમાં યુવા મતદાર
11.32 લાખ

ગુજરાતમાં 85 વર્ષથી વધુ વયના મતદાર
4.24 લાખ

ગુજરાતમાં શતાયુ મતદાર
10322

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ