બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Take care not to get such a fatal disease, 16 lakh people will die in 2021

ચિંતાજનક / ભારતમાં કોરોના કરતા વધારે ઘાતક રોગ તો આ નીકળ્યો, 2021માં 16 લાખ લોકોના મોત

Hiralal

Last Updated: 07:01 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 2021ના વર્ષમાં ટીબીના રોગે 16 લાખ લોકોનો ભોગ લીધો હોવાનું આંકડામાં જણાવાયું છે.

  • ભારતમાં 20 વર્ષમાં વધ્યાં ટીબીના કેસ
  • 2021માં ટીબીના 21.4 લાખ કેસ, 16 લાખ મોત 
  • 2020ના કરતા 18 ટકા વધ્યા કેસ 

કોરોના મહામારીમાં લોકો એક ઘાતક રોગને સાવ ભૂલી ગયા પરંતુ તાજેતરમાં આ રોગના જે આંકડા બહાર આવ્યાં છે તે ખરેખર ડરાવી મૂકે તેવા છે. ટીબી ફરી એકવાર માનવ સ્વાસ્થ્ય માટે સૌથી ઘાતક ખતરો બની રહ્યો છે. વીસ વર્ષથી તેના દર્દીઓની સંખ્યા સતત વધવા લાગી છે. છેલ્લા બે વર્ષમાં દર્દીઓ અને મૃત્યુ બંનેમાં વધારો થયો છે.

કોરોના મહામારીમાં ટીબીના કેસોમાં વધારો 
20 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ટીબીના કેસોમાં વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે ટીબીની સારવાર અને નિદાન મોટા ભાગે પ્રભાવિત થયું હતું, જેની અસર એ થઈ છે કે વર્ષોથી સતત ઘટી રહેલા ટીબીના કેસોમાં વધારો થયો છે.

2021માં ટીબીએ 16 લાખ લોકોનો ભોગ લીધો 
2021માં ટીબીના મૃત્યુમાં પણ મોટી માત્રામાં વધારો થયો છે. એક અંદાજ મુજબ ગયા વર્ષે 16 લાખ લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા, જે બે વર્ષમાં 14 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2019માં ટીબીના કારણે 14 લાખ લોકોના મોત થયા હતા, જ્યારે 2020માં અંદાજે 15 લાખ લોકો આ ચેપી રોગનો શિકાર બન્યા હતા.

વર્લ્ડમાં ટીબી સામેની લડાઈ હાલમાં નિર્ણાયક તબક્કે 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ટીબી પ્રોગ્રામના ડિરેક્ટર થેરેસા કાસેવાએ જણાવ્યું હતું કે, એક ભયંકર રોગ સામેની લડાઈમાં વિશ્વ હાલ નિર્ણાયક તબક્કે છે. કાસાયેવાએ જણાવ્યું હતું કે, "લગભગ બે દાયકામાં પ્રથમ વખત, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટીબીના દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં વધારો નોંધ્યો છે. 

વર્લ્ડમાં 2021માં 10 મિલિયન લોકો ટીબીથી બીમાર પડ્યાં 
ડબ્લ્યુએચઓએ તેના વાર્ષિક ગ્લોબલ ટીબી રિપોર્ટમાં અંદાજ લગાવ્યો છે કે 2021માં લગભગ 10 મિલિયન લોકો ટીબીથી બીમાર થયા હતા, જે 2020 ની તુલનામાં 4.5 ટકાનો વધારો છે. ગયા વર્ષે જ્યાં સૌથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે તેવા વિસ્તારોની યાદીમાં દક્ષિણપૂર્વ એશિયા ટોચ પર છે. વિશ્વના કુલ દર્દીઓમાંથી 45 ટકા દર્દીઓ આ વિસ્તારમાંથી આવ્યા હતા. આફ્રિકામાં 23 ટકા લોકો અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં 18 ટકા લોકો ટીબીનો ભોગ બન્યા હતા.

શું છે ટીબી રોગ 
ટીબી એક ચેપી રોગ છે જે બેક્ટેરિયમને કારણે થાય છે. આ બેક્ટેરિયા સીધા ફેફસા પર હુમલો કરે છે. કોવિડની જેમ, તે હવા દ્વારા પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ તરફ આગળ વધી શકે છે. જેમ કે ખાંસી આવવી. જો કે, તે સાધ્ય છે અને તેને ફેલાતા પણ અટકાવી શકાય છે.

સાવધાની રાખવી જરુરી
હેલ્થ નિષ્ણાંતો ટીબીને લઈને લોકોને સાવધ રહેવાની ચેતવણી આપી છે. ટીબી અત્યંત ચેપી હોવાથી સાજા લોકો જો દર્દીઓના સંપર્કમાં આવે તો તેમને પણ તરત આ રોગ થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ