બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 12:19 PM, 12 February 2024
ADVERTISEMENT
વ્યક્તિ સ્વપ્ન બાબતે હંમેશા ઉત્સુક રહે છે. ઘણી વાર સપનામાં ભવિષ્યની ઘટનાનો સંકેત આપવામાં આવે છે. ઘણીવાર આ સપના સાચા સાબિત થતા નથી. ઋષિ મુનિઓએ જણાવ્યું છે કે, કયા સમયે આવતા સપના સત્ય સાબિત થાય છે અને સપનાનો શું અર્થ થાય છે તે અંગે જણાવ્યું છે. આ સપના તમારા જીવનને કેવી રીતે અસર કરે છે, તે અંગે અહીંયા જણાવ્યું છે. કયા સપના ધન આગમનના સંકેત આપે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
દેવી દેવતા- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં કોઈ દેવી દેવતાના દર્શન થાય તો તે સપનાને શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારના સપનાનો અર્થ છે કે, આગામી દિવસોમાં તમે એક સફળ વ્યક્તિ બનશો અને જીવનમાં ધનનું આગમન થશે.
ADVERTISEMENT
નૃત્ય કરતી મહિલા- સપનામાં કોઈ કન્યા અથવા મહિલા નૃત્ય કરતી દેખાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે.
સારસ પક્ષી- સપનામાં સારસ પક્ષી દેખાય તો તેનો અર્થ છે કે, આગામી થોડા દિવસોમાં તમને ધનપ્રાપ્તિ થશે.
કદંબનું ઝાડ- સ્વપ્નમાં કદંબનું ઝાડ દેખાય તો તે ધન આગમનનો સંકેત આપે છે.
આમળા અને કમળનું ફૂલ- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં આમળા અને કમળનું ફૂલ દેખાય તો તે સપનું ધન આગમનનો અને આર્થિક પરિસ્થિતિ સારી થવાનો સંકેત આપે છે.
વીંટી પહેરવી- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં તમે જાતે વીંટી પહેરતા હોય તેવું જોવા મળે તો તે નાણાંના આગમનનો સંકેત આપે છે.
કાનમાં બુટ્ટી પહેરવી- ડ્રીમ એસ્ટ્રોલોજી અનુસાર તમે સપનામાં જાતે વીંટી પહેરતા હોય તેવું દેખાય તો તે નાણાંનું આગમન થશે તેવો સંકેત આપે છે.
ખેતી કરતા ખેડૂત- સપનામાં કોઈ ખેડૂત ખેતી કરતા જોવા મળે તો અજ્ઞાત સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થવાનો સંકેત આપે છે.
દીવો- ડ્રીમ એસ્ટ્રોલોજી અનુસાર સપનામાં પ્રગટતો દીવો દેખાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે.
વધુ વાંચો: વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, માં સરસ્વતી ગુસ્સે થઈ જશે
સોનુ અને મહેલ- સપનામાં સોનુ અને મહેલ જોવા મળે તો નાણાંના આગમનનો અને આર્થિક પરિસ્થિતિ સારી થવાનો સંકેત આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.