બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 12:13 PM, 12 February 2024
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં દરેક પર્વ અને તહેવારનું વિશેષ મહત્વ છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ઘણા વ્રત અને તહેવારો ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માઘ મહિનાની શુક્લ પક્ષની પાંચમનાં દર વર્ષે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને વસંત ઋતુની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જાણો, આ દિવસે માતા સરસ્વતીને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
ADVERTISEMENT
તમારી પ્રિય વસ્તુનો ભોગ લગાવો
વસંત પંચમીનાં દિવસે તમારી પ્રિય વસ્તુનો ભોગ લગાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે માતા સરસ્વતીને કેસર અને રબડીનો ભોગ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને આ ખૂબ જ પ્રિય છે. તમે વસંત પંચમીનાં દિવસે કેસરવાળી ખીરનો પણ ભોગ લગાવી શકો છો. કેસર શુભ હોય છે અને ચોખા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે તમે બેસનનાં લાડુનો પણ ભોગ લગાવી શકો છો. આવું કરવાથી તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે.
વાંચવા જેવુ: ચાલી રહી છે પવિત્ર ગુપ્ત નવરાત્રી, 18 ફેબ્રુઆરી સુધી ભૂલથી પણ ના કરતાં આ 5 કામ
આ દિવસે અમુક કામ ન કરવા જોઈએ
માતા સરસ્વતીને વાણીની દેવી માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ ખરાબ વાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કર્યા પછી બની શકે તો તમારે વ્રત રાખવું જોઈએ. આ દિવસે લસણ, ડુંગળી, દારૂ અને નોનવેજનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતાં સમયે ખોટું ન બોલવું જોઈએ.
વસંત પંચમીનાં દિવસે શું કરવું જોઈએ
વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે વિદ્યાર્થીઓએ વિધિ વિધાન મુજબ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની આરતી કરવી જોઈએ. તેમને ભોગ લગાવવો જોઈએ. આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વસંત પંચમીનાં દિવસે ગરીબ બાળકોને બુક અને ભણવાની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.